________________ પ્રશસ્તિ 445 જ્ઞાનમંજરી - શ્રી વિજયદેવ' સૂરિવરના ગચ્છમાં શ્રી “જિતવિજય વિદ્વાન થયા, તેમના સમકાલીન (સાતીર્થ્ય ધર) શ્રી “નયવિજ્ય વિદ્વાન થયા, તેમના શિષ્ય શ્રીમદ્ “યશવિજય ઉપાધ્યાય” ન્યાય વિશારદે “જ્ઞાનસાર” નામને આ ગ્રંથ રચે છે. બત્રીસ અષ્ટક પ્રમાણુ ગ્રંથ સૂત્રરૂપે છે. વળી તેની ટીકા શુદ્ધ માર્ગદર્શક શ્રી ખરતર ગચ્છના સદ્ ઉપાધ્યાય શ્રી દીપચંદ્રના શિષ્ય દેવચંદ્ર ગણિએ “જ્ઞાનમંજરી” નામની કરી છે. એ જ કલ્યાણ बाला-लाला-पोनवबालबोधो न्यायं किंतु न्यायमालासुधौधः / आस्वाद्यैनं मोहहालाहलाय, 'ज्वालाशांते/विशाला भवन्तु // 2 // ભાષાર્થ - કેઈ કહે કે આ (લેક ભાષામાં લખેલે) બાલબધ (ભાષાર્થ બાલાવબોધ) બાલકની લાળ ચાટવા જે (મૂળ સંસ્કૃતની ખૂબી સાથે સરખાવતાં) છે, તે તે ન્યાય(ઠીક) છે, પરંતુ ન્યાય માળારૂપ અમૃતના હેજ જે છે; જેણે મેહરૂપી હલાહલ ઝેર પીધું છે તેને મેહવિકાર (અનિષ્ટ) ની લહેરે શમાવવા આ (બાલાવબાઘ) અમૃત સમાન છે. તેને રસ ચાખીને મેહની જવાલા શાંત થવાથી તમે વિશાળ બુદ્ધિવાળા થાઓ. 2 અનુવાદ:બાળ-લાળ સમાન પણ આ બધ અમૃત ધારશે; તે ન્યાયમાળા દુરિત હરતી મેહવિષ નિવારશે. 2 1 ફુરિતશમને વિશેષ પાઠ છે.