________________ ઉપસંહાર 443 શુદ્ધ, અવ્યાબાધ, ફરીથી સંસારમાં જન્મવું ન પડે તેવા પ્રસિદ્ધ, અનંત-જ્ઞાન-દર્શનથી પૂર્ણ પરમ કહેવાતા, અમૂર્ત અસંગ, રોગરહિત નિર્વાણ નગરને બાધારહિતપણે તું દેખીશ.” તે ભવ્ય જીવે શ્રમણ આદિની સહાયથી તે માર્ગ અંગીકાર કર્યો, પછી ગુરુએ પણ તેને ભાથા સમાન જ્ઞાનસારનું દાન દીધું, તે યથાર્થ ઉપદેશનું મૂળ છે; શુદ્ધ અનુભવના આસ્વાદથી વધારે મધુર રસવાળું સમતા રસરૂપી શીતળ જળ પણ આપ્યું, તેથી માર્ગ ઓળંગવાથી નિર્વિકલ્પ દશા પ્રત્યે પ્રવર્યો. માટે પરમ ભાથા સમાન જ્ઞાનસાર, મોક્ષમાર્ગે જનારાએ, સુખ ટકાવવા અર્થે અભ્યાસ કરવા ગ્ય છે. તેને ઘણા કાળ સુધી ક્ષય ન થાય તે કારણે અને તેના રસની વૃદ્ધિ કરવા આ ટીકા કરી છે. તત્વાર્થસૂત્ર, વિશેષ આવશ્યક, ધર્મ સંગ્રહણી, કર્મપ્રકૃતિ આદિ ગ્રંથના આલંબન વડે મેં દેવચંદ્ર સ્વપરના ઉપકાર અર્થે તત્વબેધિની' નામે ટીકા લખી તે યાવચંદ્રદિવાકરી (ચંદ્ર સૂર્ય ટકે ત્યાં સુધી) લાંબે કાળ આનંદ અર્પે. વળી આમાં સ્વમતિ દોષથી ભૂલવાળું કંઈ મેં કહ્યું હોય તે, પરોપકારના ભારે નમ્ર બનેલા કુશળ પુરુષે શુદ્ધ કરે; કારણ કે સંત ગુણ ગ્રહણ કરનારા જ હોય છે, પણ ખરેખર અદેખા નથી હોતા. તેથી સપુરુષને અત્યંત આનંદ જ આપનારી આ ટીકા સમાપ્ત થઈ. 16 1 રહસ્ય જણાવનારી.