________________ 442 જ્ઞાનમંજરી વિષયેમાં સુખબુદ્ધિરૂપ બ્રાંતિ નામની રેતીમાં જણાતા મૃગજળવાળી ભૂમિવાળા, અને સ્ત્રી-વિલાસ આદિ ઝેરી ઝાડની છાયાવાળા મહા ઘેર જંગલમાં, ધન આદિની તૃષ્ણાથી જેનાં નેત્રો ચંચળ થઈ રહ્યાં છે, તે પ્રાપ્ત થાય તેવી જનામાં દિશામૂઢ થઈ રહેલા, પરિભ્રમણ કરતા જીવને, કદાચિત જગત ઉપર ઉપકાર કરવાના સ્વભાવવાળા ઉત્તમ વિદ્યાધર રૂપ ગુરુને સંગ થયે. ગુરુએ પણ તેને માર્ગ ભૂલેલે આમતેમ ભટકતે દીન, અશરણ જાણીને આમ કહ્યું - “હે ભદ્ર ! તને આનંદના કંદર્પ (મોક્ષ) મહોદય નગરને માર્ગ કહું છું તે સાંભળ; જ્યાં સદાગમ (સલ્ફાસ્ત્ર) રૂપ સરેવર તત્વરૂપ અમૃતથી ભરેલાં છે, આચાર્ય, ઉપાધ્યાય, નિગ્રંથ મુનિ આદિ નગરજને છે, સમ્યફ દર્શન જ્ઞાન ઉપગ વડે નિર્ધાર થયેલા માર્ગને વિસ્તાર છે, વળી જ્યાં ક્ષમાદિ ધર્મ અને સમ્યકત્વ આદિ (થા આદિ) ગુણસ્થાનકે રૂપ વિશ્રામ ભૂમિએ (વિસામાં) છે, સ્વાધ્યાય વિધિ અને ગીત સંગ્રહોથી તે માર્ગ મનહર છે, તત્વને અનુભવ તત્વમાં એક્તા આદિ શ્રમ વિના માર્ગ ઓળંગવાના ઉપાય છે, યમ–નિયમ આદિ આઠ ભેગનાં અંગરૂપ વાહને છે, શ્રીમદ્દ અહંત મહારાજાની રાજનીતિ વડે જ્યાંથી ચાર અને ઠગ લેકોને દૂર કરેલા છે, ચારિત્રના આચારમાં કુશળ સામાયિક આદિ સંયમ સ્થાનરૂપ રહેવાની સારી જગાઓ (સંનિવેશે) છે, અને જ્યાં શ્રદ્ધા અને ધારણાથી નિર્ધારેલા મેક્ષ (સિદ્ધિ) પુર જતાં અડચણ ન આવે તેવી અનુકૂળતાએ વાળે રતત્રય લક્ષણ મેક્ષમાર્ગ છે, તે માર્ગે તે પ્રવર્તક તે આઠ કર્મરૂપ શત્રુસમૂહને ક્ષય કરીને, નિર્મળ આનંદથી