________________ 32 સર્વનય આશ્રયણ-અષ્ટક 421 सुद्धं सुसाहुधम्म, कहेइ निदइ य नियमायारं / सुतवस्सियाण पुरओ, होई सव्वो मरायणिओ // 4 / / वंदई न य वंदावई कियकम्मं कुणई कारवइ नेव / अतट्ठा नवि दिक्खइ देइ सुसाहूण बोहेउं / / 5 / / ભાવાર્થ :- સાવદ્ય (હિંસાકારી) વેગને ત્યાગ હેવાથી યતિધર્મ (મુનિપણું) સર્વોત્તમ છે; બીજો શ્રાવક ધર્મ અને ત્રીજે સંવિગ્ન પક્ષને માર્ગ છે. 1 સુચારિત્રવાળે યતિ (મુનિ) શુદ્ધ છે, સમ્યફ દર્શન અને વ્રતાદિ ગુણ જેને પ્રગટયા છે એ સુશ્રાવક પણ શુદ્ધ છે અને ચરણકરણ(આચાર)માં શિથિલ મુનિ પણ સંવિગ્ન પક્ષની રુચિવાળે શુદ્ધ છે. 2 સંવિગ્ન પક્ષવાળાનાં લક્ષણ ટૂંકામાં આ કહ્યાં છે - ચરણકરણમાં શિથિલતાવાળે પણ જેથી કર્મનું વિશે ધન (શુદ્ધિ-કર્મનાશ) થાય એ શુદ્ધ સુસાધુને ધર્મ કહે, પિતાના આચારની નિંદા કરે અને સુતપસ્વીઓની આગળ સર્વથી કમ રત્નત્રયવાળે (અલ્પસંયમવંત) થઈ રહે. 3-4 વંદન કરે, પણ વંદન કરાવે નહીં, સેવા કરે, કરાવે નહીં જ, પિતાને માટે પોતાને શિષ્ય કરવા) કેઈને દીક્ષા આપે નહીં, પરંતુ બોધ આપીને (જેને સાધુ થવું હોય તેને બૂઝવીને) સુસાધુને સેપે. 5 ઈત્યાદિ ગુણ સહિત જે ઉપદેશેલું છે તે સત્ય છે. વળી આ સ્યાદ્દવાદ ગર્ભિત તત્વધર્મસ્વરૂપ જેમના ચિત્તમાં પરિણામ પામ્યું છે એટલે શ્રદ્ધા-જ્ઞાન-રમણતાના ભાવથી વ્યાખ્યું છે તેમને પણ પ્રણામ હે ! સર્વરે કહેલા માર્ગને