________________ ઉપસંહાર 429 અને 31 તે જ તપ છે. ભાવપૂજા, ધ્યાન અને તપની ભૂમિ (સ્થાન) બને છે, એટલે ભાવપૂજા, ધ્યાન અને તપને નિરૂપણ કરનાર ત્રણ અષ્ટક કહ્યા છે. પછી 32 સર્વનયને આશ્રય કરવારૂપ સમ્યક્ જ્ઞાનનું નિરૂપણ કરનાર બત્રીસમું અષ્ટક કહ્યું છે. એમ કારણ-કાર્ય પૂર્વક 32 અધિકારરૂપ પાટિયા સહિત જ્ઞાનસાર નામે વહાણ ઉપર જ્યારે ભવ્ય જીવે ચઢે છે, ત્યારે મિથ્યા જ્ઞાનથી થતા પરિભ્રમણને લીધે ભયંકર, અતત્ત્વમાં એકતારૂપ ઊંડા પાણીવાળા, અસંયમરૂપ સમુદ્રને ઓળંગી સમ્યક દર્શનરૂપ શેરીથી શોભતા, સમ્યકજ્ઞાનરૂપ ભંડારવાળા, સમ્યફચારિત્રરૂપ આનંદના રસને લીધે મનેહર, અસંખ્યય પ્રદેશે સ્વસંવેદ્ય (પિતાથી અનુભવી શકાય તેવી) તત્ત્વની વેદકતાની સંપત્તિરૂપ ચૌટાંવાળા, જિન-પ્રવચનરૂપ કેટ અને ઉત્સર્ગ–અપવાદરૂપ ખાઈ સહિત, ન નિક્ષેપે અનેક ગુણના સમૂહવાળા સ્યાદ્વાદવાળા શહેરને પ્રાપ્ત કરે છે, એમ જ્ઞાનસારના ફળને ઉપદેશ કરતે ગ્રંથના મુગટરૂપ છેલ્લે અધિકાર ઉપાધ્યાયમાં ઇંદ્રસમાન શ્રીમદ્ વિજ્યજીએ કહ્યો છે. 4 स्पष्टं निष्टंकितं तत्त्वमष्टकैः प्रतिपन्नवान् / मुनिमहोदयं ज्ञान-सारं समधिगच्छति // 5 // ભાષાર્થ –-બત્રીસ અષ્ટક વડે તત્વના નિર્ધારને પ્રાપ્ત (સ્વીકારતા) મુનિ જેથી મહા ઉદય થાય એવા જ્ઞાનસારને પામે છે. જ્ઞાનસાર એટલે શુદ્ધ ચારિત્ર તથા પરમ મુક્તિ. કહ્યું છે કે --