________________ ઉપસંહાર 435 નથી, તે પ્રમાણે સત્ જ્ઞાન સહિત કિયા છૂટી ગયા પછી પણ તેથી પડી ગયેલાને પણ અધિક સ્થિતિને બંધ તે નથી. “વંજ = વોન ચાવ” એ વચનથી. જ્ઞાની ક્રિયાના યોગે સ્થિતિને ક્ષય કરે છે, તેથી પતિત થયા છતાં પણ તે સ્થિતિ સ્થાનને જતા નથી, તેથી જ્ઞાનપૂર્વક અવસ્થા જ હોય છે. તે જ પ્રમાણે “ઉપપાતિકઉપાંગ”માં કહ્યું છે કે મિથ્યાદ્રષ્ટિ એકાંતે દ્રવ્ય યતિલિંગ સહિત પ્રવર્તતાં નવમા રૈવેયકના અંત સુધી જાય છે (ઉચ્ચ દેવગતિ થાય છે), તથાપિ કર્મબંધની સ્થિતિ પૂરેપૂરી બાંધનાર જ છે; સમ્યફદ્રષ્ટિ પ્રાપ્ત કરીને તેથી પતિત થયેલા જીવ, મિથ્યાત્વભાવને પામ્યા છતાં પણ એક કોડાકડીની અંદરની સ્થિતિવાળાં કર્મ બાંધે તેથી લાંબી સ્થિતિનું કર્મ બાંધી શકતા નથી. માટે જ્ઞાનની વિશેષતા છે. 10 તે વાત ફરી દ્રઢ કરે છે - क्रियाशुन्यं च यद्ज्ञानं ज्ञानशून्या च या क्रिया / अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव // 11 // ભાષાર્થ - કિયા રહિત જે જ્ઞાન અને જ્ઞાન રહિત જે ક્રિયા એ બેને તફાવત સૂર્ય અને આગિયા સમાન જાણ. સૂર્ય સમાન ક્રિયા-શૂન્ય જ્ઞાન મહા પ્રકાશવંત છે અને આગિયા સમાન જ્ઞાનશૂન્ય ક્રિયા અલ્પ પ્રકાશવાળી છે. અનુવાદ : કિયા રહિત જે જ્ઞાન ને, ક્રિયા જ્ઞાન વિહીન, રવિ-આગિયા-તેજ સમ, માને ભેદ પ્રવીણ 11 જ્ઞાનમંજરી - સ્વસંવેદનરૂપ તત્ત્વજ્ઞાન, આસવને