________________ 432 જ્ઞાનમંજરી, ભાષાર્થ - સાધુના જ્ઞાનસારનું ગૌરવ (માહામ્ય અને ભાર) કેઈએ ન ચિંતવી શકાય તેવું છે, કે જે ગૌરવ-ભારથી ઊંચી ગતિ જ થાય. અકરણ (અકૃત્રિમ) નિયમથી બીજી ગુરુતાથી ઊર્ધ્વગતિ ન હય, અધોગતિ હેય. તે માટે જ્ઞાન-ગુસ્તા અચિંત્ય કહી. અનુવાદ :- જ્ઞાનસાર ગૌરવ અહો ! અચિંત્ય કઈ જણાય; તેથી ઊર્ધ્વ ગતિ જ ફળ, પડે ન કદી મુનિરાય. 8 જ્ઞાનમંજરી - હે ભવ્ય ! પરમ પદ પ્રાપ્ત કરનાર સાધુઓનું કેઈ અચિંત્ય (ચિંતવવું અશક્ય) જ્ઞાનસાર ગૌરવ છે. યથાર્થ રીતે પિતાનું અને પરનું ભાન તે જ્ઞાન છે તેને સાર તે ચારિત્ર વૈરાગ્ય છે, તેની ગરિષ્ઠતા, મહત્તા કે ગુરુત્વ અચિંત્ય, વિચારમાં આવવું દુર્લભ છે બીજી ગુતા (ભારેપણું) અધેગમનનું કારણ છે (નીચે પડનાર સ્વભાવવાળી છે) પણ જ્ઞાન ગુરુત્વ ઊર્ધ્વતા (ઊંચી ગતિ)નું કારણ છે, તેથી જ અચિંત્ય છે કે જે ગુરુત્વથી ઊર્ધ્વગતિ થાય, કદી અધોગતિ (નીચે પડવાનું) ન બને. દ્રવ્યથી ઊર્ધ્વતા ઓને ઉચ્ચ ગોત્ર આદિના ઉદયરૂપ છે; ક્ષેત્રથી ઊÒલેક (દેવક)માં જવારૂપ છે; ભાવથી સમ્યક્ત્વ આદિ ઉત્તરોત્તર ગુણ આદિમાં ઉન્નતિરૂપ છે. તેથી જે જ્ઞાનગરિષ્ઠ છે તે સ્વર્ગ કે મેક્ષરૂપ વા સમ્યફ ચારિત્ર સ્વરૂપ ઊર્ધ્વતા પામે છે. 8 વળી જ્ઞાન અને ક્રિયાથી મેલ થાય છે. ગમે તે એકને પણ વિરોધ કરનાર સાધક નથી, કારણ કે ક્રિયા વીર્યની વિશુદ્ધિરૂપ છે અને જ્ઞાન ચેતનાની વિશુદ્ધિરૂપ છે. ચેતના અને વીર્યની શુદ્ધિ જેને પ્રાપ્ત થઈ છે તેને જ સર્વ