________________ 426 જ્ઞાનમંજરી જે જ્ઞાની છે તે ઉપશમવંત શાંત હોય છે તેથી શમ-અષ્ટક કહ્યું. 6 જે શાંત થયે હેય તે જ ઇદ્રિ પર વિજય મેળવે છે, તેથી ઈન્દ્રિયજય-અષ્ટક કહ્યું. 7 જે ઇંદ્રિય વિજયી છે તે જ પરભાવને ત્યાગી બને છે તેથી ત્યાગ અષ્ટક કહ્યું. 8 ત્યાગી જ વચન અનુષ્ઠાન અનુકમે અસંગ અનુષ્ઠાનવાળો ક્રિયા રહિત (અસંગ) બને છે તેથી કિયા અષ્ટક કહ્યું. 9 અસંગ કિયાવંતને આત્મામાં સંતોષ હોય છે તેથી તૃપ્તિ અષ્ટક કહ્યું. 10 જે તૃપ્ત હોય તે નિર્લેપ રહી શકે, રાગાદિ લેપ રહિત હોય તેથી નિર્લેપ અષ્ટક કહ્યું. 11 જે નિર્લેપ છે તે નિસ્પૃહ હોય તેથી નિસ્પૃહ અષ્ટક કહ્યું. 12 જે નિસ્પૃહ હોય તે મૌનવંત મુનિ હોય છે તેથી મૌન–અષ્ટક કહ્યું. 13 विद्या विवेक संपन्नो मध्यस्थो भयवर्जितः / अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् // 2 // ભાષાર્થ - 14 તેથી જ વિદ્યા સંપન્ન, 15 તેથી જ વિવેક સંપન્ન, 16 તેથી જ મધ્યસ્થ, 17 તેથી જ સર્વ ભય રહિત, 18 તેથી જ આત્મલાઘા ન કરે એવે - અકીર્તિના ભયને અભાવ કરનારી ભાવના એવી ભાવી છે કે પિતાની પ્રશંસા તે ન કરે, 19 તેથી જ તત્વદ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિવંત છે, 20 તેથી જ તેને સર્વ ઋદ્ધિ ઘટમાં પ્રગટી છે, તેથી સર્વ સમૃદ્ધિમાન છે.