________________ ઉપસંહાર હવે ઉપસંહારાર્થે સર્વ અષ્ટકેની ભાવનારૂપ નામકથના કહે છે. पूर्णों मग्नः स्थिरोऽमोहो, ज्ञानी शान्तो जितेन्द्रियः / त्यागी क्रियापरस्तृप्तो, निर्लेपो निस्पृहो मुनिः // 1 // ભાષાર્થ:- 1 પૂર્ણ (પૂર); 2 મગ્ન-જ્ઞાનમગ્ન, ઉપરથી ઉપમારૂપ નહીં, 3 તેથી જ કેગ સ્થિરતાવંત (સ્થિર); 4 તેથી જ મેહ રહિત, પ તેથી જ જ્ઞાની (તત્વજ્ઞ); 6 તેથી જ ઉપશમવંત; 7 તેથી જ ઇંદ્રિયે જેણે જીતી છે એવે; 8 તેથી જ ત્યાગી--કહ્યું છે કે - बांधवधनेन्द्रियत्यागात्त्यक्तभयविग्रहः साधुः / त्यक्तात्मा निग्रंथस्त्यक्ताहंकारममकार: // ભાવાર્થ - સ્વજન, ધન અને ઇંદ્રિયના વિષયના ત્યાગથી જેણે ભય અને કલહને ત્યાગ કર્યો છે એ સાધુ, ત્યાગમૂર્તિ, નિગ્રંથ અહંભાવ અને મમત્વભાવને ત્યાગી હોય છે. 1 પૂર્ણ, 2 મગ્ન, 3 સ્થિર, 4 મેહરહિત, પજ્ઞાની, 6 શાન્ત, 7 જિતેન્દ્રિય, 8 ત્યાગી, 9 તેથી જ ક્રિયાપર (વચન ક્રિયાઅનુષ્ઠાન ઓળંગી અસંગ-ક્રિયામાં નિષ્ઠ); 10 તેથી જ તૃપ્ત–આત્મસંતુષ્ટ; 11 તેથી જ નિર્લેપ (લેપરહિત); 12 તેથી જ નિસ્પૃહ (સ્પૃહા રહિત); 13 તેથી જ મુનિ ભાવ મૌનવંત છે.