________________ 412 જ્ઞાનમંજરી पृथगनयाः मिथः पक्ष-प्रतिपक्षकदर्थिताः / समवृत्तिसुखास्वादी ज्ञानी सर्वनयाश्रितः // 2 // ભાષાર્થ - જુદા જુદા સર્વ ન માંહોમાંહે વાદપ્રતિવાદ વડે દૂષિત (પીડિત) થયા છે, પરંતુ મધ્યસ્થપણાના સુખના આસ્વાદી (અનુભવનાર) જ્ઞાની સર્વ નયને આશ્રિત હોય છે. કહ્યું છે કે - "अन्योऽन्यपक्षप्रतिपक्षभावात्, यथा परे मत्सरिणः प्रवादाः / नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते // " ભાવાર્થ - એક બીજા પ્રત્યે (માંહોમાંહે) વાદપ્રતિવાદ હોવાથી જેમ બીજાના ગુણ દેખી ન શકનારા (અદેખાઈ ભર્યા) વાદવિવાદો થાય છે, પરંતુ સર્વ નયને સમાનપણે ઈચ્છનાર હે પ્રભુ! તમારો ધર્મ પક્ષપાતી (એકાંત) નથી. અનુવાદ :- પક્ષ-પ્રતિપક્ષે લડે, દુનિય છે જે ભિન્ન સર્વ નય આશ્રિત મુનિ, સમવૃત્તિ સુખલીન. 2 જ્ઞાનમંજરી - ભિન્ન ભિન્ન પક્ષ-પ્રતિપક્ષ (વાદપ્રતિવાદ)માં મહેમાંહે ઝઘડા મચાવતા ન દુર્નયે છે. માટે યથાર્થ જ્ઞાનવંત જ્ઞાની સર્વનય માગના સાપેક્ષ જ્ઞાનમાં મગ્ન રહે છે. કેવા જ્ઞાની? ઈષ્ટ–અનિષ્ટપણું રહિત સમવૃત્તિના સુખને આસ્વાદ લેનારા. કહ્યું છે કે -- उदधाविव सर्वसिंधवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः / न च तासु भवान् प्रदृश्यते प्रविभिन्नासु सरित्स्विवोदधिः / / ભાવાર્થ:-- હે નાથ ! જેમ સમુદ્રમાં સર્વ નદીઓ ભળી જાય છે, તેમ સર્વ પ્રકારની દ્રષ્ટિએ (ન) તમારામાં