________________ 32 સર્વનય આશ્રયણ–અષ્ટક 413 સમાય છે, પણ જેમ ભિન્ન ભિન્ન નદીઓમાં સમુદ્ર દેખાતે નથી તેમ તે ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ(ન)માં તમારાં દર્શન થતાં નથી. વળી સતતઝરળમાં કહ્યું છે -- णय तइओ अस्थि णओ ण य सम्मत्तं ण ते सु पडिपुण्णं / जेण दुवे एगन्ता विभज्जमाणा अणेगन्तो // 14 / / जह एए तह अण्णे पत्तेयं दुण्णया णया सव्वे / हं दि हु मूलणयाणं पण्णवणे वावडा ते वि // 15 // અર્થ :-- ત્રીજે (દ્રવ્યાસ્તિક અને પર્યાયાતિથી ભિન્ન) નય નથી જ. એ બે નામાં યથાર્થપણું નથી સમાતું એમ પણ નથી, કારણ કે બન્ને એકાંતે વિશેષરૂપે ગ્રહણ કરાતાં જ અનેકાંત બને છે. 14 જેવી રીતે બે નય તેવી રીતે બીજા બધા નયે પણ છૂટા છૂટા દુર્નય છે, કારણ કે તેઓ પણ મૂલ નાના ય વિષયને પ્રતિપાદન કરવામાં લાગેલા છે. 15 | સર્વ નયના રસ લેવામાં ચંચળ થયેલા અશુદ્ધ પરિણામ ને તજીને સ્વરૂપના આનંદમાં મગ્નતારૂપ પરિણામ કર્તવ્ય છે નવાં કર્મ ન ગ્રહણ કરવારૂપ સંવર છે. પૂર્વનાં સત્તામાં રહેલાં વગેરે કર્મની નિર્જરા કરાવનાર તપ છે, કારણ કે તપથી દેવાદિ ફળની અભિલાષા જ ગ્ય નથી. નિર્જરા, કરાવનાર તપથી શુભબંધ કેવી રીતે થાય? તપ કરનાર દેવ આયુષ્ય વગેરે બાંધે છે તેમાં શેક, રાગ આદિ પ્રશસ્ત અધ્યવસાય કારણભૂત છે. અપૂર્વપણે સર્વ કર્મ દૂર થતાં પ્રગટ થતા જ્ઞાન દર્શન અને મોક્ષના સુખનું મુખ્ય કારણ તપ છે, તે પરભાવથી રહિત સ્વભાવમાં એકતાના અનુભવમાં તીવ્રતારૂપ પરમ આધ્યાત્મિક સાધન છે એ પ્રકારે તપ