________________ 32 સર્વનય આશ્રયણ-અષ્ટક 411 અસંખ્યાત સમયે પણ દેશથી જણાય છે તે જ્ઞાન પણ ગૌણ-મુખ્યતા રૂપે પ્રવર્તે છે. “તત્વાર્થસૂત્રમાં કહ્યું છે : fકતાનતસિદ્ધ ગૌણ મુખ્યતાથી વચન વડે પદાર્થનું સ્વરૂપ સિદ્ધ થાય છે. એ સૂત્રના વ્યાખ્યાનમાં જણાવ્યું છે. સર્વજ્ઞને તે બધુંય એક સમયે જ જણાય છે એટલે જ્ઞાનમાં ગૌણ મુખ્યતા હોય પણ રાગ દ્વેષની પરિણતિથી નથી. રાગ દ્વેષની પરિણતિ બંધનું કારણ છે. માટે યથાર્થ બોધ થવા નયસ્વરૂપે વસ્તુનું વિવેચન હિતરૂપ છે, પણ રાગ-દ્વેષ હિતકારી નથી. તેથી જ્ઞાન માટે સમભાવ કરવા એગ્ય છે અને જ્ઞાનની સમતા જ ચારિત્ર છે. તે અર્થે જ હવે કહે છે - સર્વ નયે પિતાપિતાના પક્ષ સ્થાપવા પ્રવર્તતાં દોડે છે પણ શુદ્ધ આત્મધર્મમાં સ્થિર રહે છે માટે મુનિ ચારિત્ર (ચય કર્મ સમૂહ+રિક્ત=ખાલી કરવું) ગુણના વર્ધમાન પર્યાય સહિત સર્વનય આશ્રિત થાય એટલે દ્રવ્યને કારણને ગ્રહણ કરનાર થાય, ભાવનયે તે કાર્યના ગ્રહણ કરનાર થાય; ક્રિયાનય સાધનમાં ઉદ્યમ કરવારૂપ છે, જ્ઞાનનય જ્ઞાનમાં વિશ્રામ (સ્થિરતા) કરવારૂપ છે, એમ સર્વ નયમાં આસક્ત થાય. શ્રી ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે કે"जइ जिणमयं पव्वज्जह ता मा विवहारनिच्छए मुयह / ववहार नओच्छेए तित्थुच्छेओ जओ भणिओ // " ભાવાર્થ - જે જિનમત પ્રવર્તાવવો હોય તે વ્યવહાર અને નિશ્ચય નાને મૂકી ન દેશે; કારણ કે વ્યવહાર નયને ઉત્થાપવાથી તીર્થ–સદ્દધર્મને ઉચ્છેદ (નાશ) થશે એમ કહ્યું છે. | માટે સમતા હિતકારી છે ફરીથી તે જ વાત દ્રઢ કરે છે :-