________________ 31 તપ-અષ્ટક 407 ભાષાર્થ:-- વળી એમ જ દુખ ભોગાત્મક (દુઃખરૂપ હેવાથી) તપ, હેરના કષ્ટની પેઠે નિષ્ફળ છે એમ વાંછતા (સાબિત કરવા ઈચ્છતા) બૌદ્ધોની કલ્પનાબુદ્ધિ બુદ્ધિજનિત અંતરંગ આનંદના ક્ષયથી હણાઈ ગઈ છે. તેમને બુદ્ધિજનિત જે અંતરંગ આનંદ તેની ધારા અખંડ નથી. અનુવાદ :- વ્યર્થ તપ દુઃખદાયી તે, બૌદ્ધ ગણે છે એમ જ્ઞાનાનંદ અખંડ નહિ, બુદ્ધિ હણાઈ એમ. 5 જ્ઞાનમંજરી– એમ “જે તપ છે તે કઈ છે એમ જાણ તપને નિષ્ફળ ગણે છે. શાથી? દુઃખરૂપ હોવાથી. તપ કરતાં જ દુઃખ અને ઉદ્વેગ થાય છે, જ્યાં આદર નથી તે હિતકારી કેમ લાગે? એમ પરભાવનાં સુખને વાંછતા બૌદ્ધોની બુદ્ધિ નિશ્ચયથી હણાઈ ગઈ છે, શાથી? બૌદ્ધ એટલે જ્ઞાન, તેના આનંદને ક્ષય થવાથી જ્ઞાન–આનંદની ધારાના ક્ષયથી તપ કષ્ટરૂપ, નિષ્ફળ જણાય છે. 5 यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हतिः / सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते // 6 // ભાષાર્થ –જે તપમાં બ્રહ્મચર્ય વધે, જિન ભગવંતની પૂજા થાય, કષાયને નાશ હોય, અને અનુબંધસહિત (અપેક્ષા સહિત) વીતરાગની આજ્ઞા પ્રવર્તે, તે તપને શુદ્ધ માન્યું છે. અનુવાદ :- બ્રહ્મચર્ય, પ્રભુ-પૂજના, કોધાદિક અરિ ટાળ; વીતરાગ-આજ્ઞા પળે, તે તપ શુદ્ધ નિહાળ. 6 જ્ઞાનમંજરી–જે તપમાં મૈથુન ત્યાગરૂપ કે વિષય