________________ 406 જ્ઞાનમંજરી કાયેત્સર્ગ આદિ જિનક૯૫ ચર્યા વડે પરિહારવિશુદ્ધિ નામના ચારિત્રને પાળતા મુનિઓ, સૂક્ષ્મ અનંત સ્વ–પર પર્યાના વિવેકમાં મગ્ન ઉપગવાળા જ્ઞાનીએ, અને પરીષહ આદિ સહતા, વન, નદી, ગુફાઓના નિવાસમાં વસતા તપસ્વીઓને પણ આનંદની વૃદ્ધિ જ હોય છે. જેમકે –કેઈ દેવાદાર (અધમણું)ને ધન પ્રાપ્ત થયું હોય તે તે લેણદાર (ઉત્તમર્ણ ધીરનાર)ને ધન આપતાં પિતાને ધન્ય જ માને છે; અથવા લબ્ધિ કે સિદ્ધિને અથ શરૂઆતમાં ઊંચા હાથ રાખવારૂપ કે નીચે મુખ રાખી લબડવારૂપ મહા કષ્ટ આપનારી ક્રિયાઓ પણ કરે છે, તે સિદ્ધિ સાધવાને અભિલાષી જેમ અત્યંત કષ્ટ સહે છે તેમ તેમ હર્ષ પામે છે. તેમજ પરમાનંદ, અવ્યય, શુદ્ધ આત્મસિદ્ધિ-સાધનને અર્થી તેમાં વિન્ન કરતાં કર્મોને લય માટે તપનાં કષ્ટ આદિ સહતાં પિતે આનંદ પામે છે. શા કારણથી? નિર્મલ, અવ્યય પદરૂપ મેક્ષ(ઉપેય)ની મધુરતાને કારણે. સિદ્ધિની મધુરતામાં આસક્ત બનેલાને તેનાં સાધનના ઉપાયરૂપ નિષ્પરિગ્રહતા (સર્વસ્વને ત્યાગ) આદિ સર્વ હિતરૂપ જણાય છે. કેવા તપસ્વીને ? સસાધનરૂપ સંવરનિર્જરામાં પ્રવર્તતા, ઉદ્યમ કરતા તપસ્વીને. આ પ્રકારે સ્વધર્મને સાધનમાં સાધુઓને આનંદ આવે છે, દુઃખ લાગતું નથી. જેને સાધન પ્રત્યે કષ્ટપણા(આકરા પણ)ની બુદ્ધિ છે તે સાધક નથી. “ડશક”માં કહ્યું છે કે–૪ इत्थं च दुःखरूपत्वात् तपोव्यर्थमितीच्छताम् / बौद्धानां निहता बुद्धिबौद्धानंदपरिक्षयात् // 5 //