________________ 408 જ્ઞાનમંજરી પ્રત્યે અનાસક્તિરૂપ બ્રહ્મચર્ય પળે, તત્વભક્તિરૂપ જિનપૂજા થાય, ક્રોધાદિ કષાયને નાશ થાય અને વીતરાગે કહેલા વચનની સાપેક્ષ પદ્ધતિરૂપ વીતરાગ-આજ્ઞા સધાય તે તપ શુદ્ધ સમજવું. ભાવના –પ્રથમ ઈદ્રિયેની અભિલાષા દૂર કરી, શાંત પરિણામથી, સિદ્ધાંતમાં કહેલી વિધિ પ્રમાણે, ફળની ઈરછા વિના તપ થાય તે વિશુદ્ધ છે. અનાદિ પરભાવના સુખની સ્પૃહાથી કેણે કઈ કષ્ટક્રિયા નથી કરી? જે તપ સ્વરૂપને નિરાવરણ કરવા માટે, અસંગ, નિર્મોહક આત્મતત્વમાં એક્તારૂપ છે અને વિઘકર્તા આહાર આદિના ગ્રહણરૂપ પરભાવને નિવારણ કરનારું જે તપ છે, તે જ શ્રેષ્ઠ છે. 6 तदेव हि तपः कार्य, दुर्व्यानं यत्र नो भवेत् / येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि वा // 7 // ભાષાર્થ - નિશ્ચયથી જ્યાં માઠું (આર્ત, રૌદ્ર) ધ્યાન ન થાય અને જેથી વેગને હાનિ ન પહોંચે અથવા ઇંદ્રિય ક્ષય પામે નહીં તે જ તપ કરવું. કહ્યું છે કે - सो उ तवो कायव्वो जेण मणो मंगुलं ण चितेइ / जेण ण इंदियहाणी जेण य जोगा न हायंति // ભાવાર્થ –તે જ તપ કરવા ગ્ય છે કે જેથી મન માઠી ચિંતવણું ન કરે, ઇંદ્રિયેની હાનિ જેથી ન થાય અથવા જેથી ગો હાનિ ન પામે. અનુવાદ:– જ્યાં દુર્યાને ન ઊપજે, નહીં વેગ હણાય; ઇંદ્રિય-ક્ષય જ્યાં હોય નહિ, તપ તે ચગ્ય ગણાય. 7