________________ 31 તપ-અષ્ટક ज्ञानमेव बुधाः प्राहुः कर्मणां तापनात्तपः / तदाभ्यंतरमेवेष्टं बाह्यं तदुपबृंहकम् // 1 // ભાષાર્થ –કર્મોને તપાવનાર (સંતાપ પમાડનાર) હેવાથી જ્ઞાન જ તપ છે એમ પંડિતે કહે છે. તે (પ) અંતરંગ જ ઇષ્ટ છે, અનશન (ઉપવાસ) આદિ બાહ્ય તપ તે અંતરંગ તપને વધારનાર હોય તે જ ઈષ્ટ છે. કારણ કે પ્રાયશ્ચિત્ત આદિ અંતરંગ તપના ભેદ જ્ઞાન-વિશેષ છે. અનુવાદ ; જ્ઞાન જ તપ જ્ઞાની કહે, કર્મ તપાવનહાર; અંતરંગ તપ ઈષ્ટ છે, બાહ્ય માત્ર સહકાર. 1 જ્ઞાનમંજરી:--હવે તપ-અષ્ટક વિષે કહે છે. ત્યાં પુદ્ગલનાં સુખની અભિલાષાવાળા રંક છે જે કષ્ટ સહે છે, અથવા કલાજથી ડરીને પરાધીનપણે આહારત્યાગ કરી દયામણું બની તપ કરે છે તે તપ નથી; કષાયના ઉદયને આધીને પ્રવર્તન કર્મબંધનું કારણ અને આસવનું મૂળ હેવાથી તપ નથી. શ્રી પ્રજ્ઞાપનાની વૃત્તિમાં એ જ કહ્યું છે કે પૂર્વના અંતરાયના ઉદયથી અશાતા વેદનીયરૂપ એ ફળ છે તેથી નવાં ઇંદ્રિયસુખોની અભિલાષા રહિત નિર્મલ આત્મદ્રવ્યના સાધકનું કષ્ટરૂપ આચરણ તે તપ છે. એ વિષે પંચવસ્તુક”માં પ્રશ્ન કરેલ છે ઉપવાસ આદિમાં અશાતાની નિર્જરા છે, તેમજ ભેજનમાં શાતાની નિર્જરા છે, તે બન્ને સરખાં ઠર્યા. તે ઉપવાસ આદિ કરવાનું શું પ્રયજન છે? તેને ઉત્તર એ છે:- ભેજનાદિમાં છકાય જીવની હિંસાનું પાપ