________________ 400 જ્ઞાનમંજરી સહજ આનંદમાં વિલાસ કરનારને કઈ ઉપમા અપાય? કેની સાથે સરખાવાય? શું કરતા મુનિ માટે ઉપમા નથી? આત્મામાં જ રહેલા, બાહ્ય–અત્યંતર વિક્ષેપ રહિત, સર્વ પરભાવથી ન સમજાય તેવા સ્વભાવરૂપ પરિવાર સહિત સ્વતંત્ર સામ્રાજ્યને વિસ્તારતા. સ્વગુણના આનંદથી અસંખ્ય પ્રદેશે નિર્વિધ્રપણે વ્યાપ્ત થઈ રહેવારૂપ સ્વરાજ્યને અનુભવતા દયાની છે. આથી બધાંય છઠ્ઠી વિભક્તિવાળાં વિશેષણો ધ્યાનીનાં સમજવા ગ્ય છે. કેવા ધ્યાનનાં? જિતેન્દ્રિય એટલે સ્વરૂપ ઉપગમાં રહેવાથી, પુદૂગલના વર્ણ આદિમાં નહીં પરિણમવાથી, જેણે ઇદ્રિને જીતી છે; ધીર એટલે સ્વવીર્ય-સામર્થ્યથી પરિષહ-ઉપસર્ગના પ્રસંગે જે અડેલ રહે સ્વરૂપમાં સ્થિર રહે, પ્રશાંત એટલે કષાય અને નેકષાયના ઉદયથી રહિત ધીર, શાંત મુનિ જ આત્માને આસ્વાદ લે છે: સ્થિરાત્મા એટલે જેને આત્મા સ્વરૂપમણમાં સ્થિર છે, સુખાસન એટલે સાધન પરિણતિમાં જેને આત્મા સુખમય છે, ચંચળતા શેકવા નાકના ટેરવા પર જેણે નેત્ર સ્થાપ્યાં છે, યેગી એટલે સમ્યક્દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયીરૂપ પરિણમેલા, બાહ્ય ઇંદ્રિયેને અનુસરનારી મનની વૃત્તિ જેણે રૂંધી છે, ઇંદ્રિય-અનુયાયી મનની વૃત્તિ દૂર કરી છે, શાથી? ધ્યેયમાં ચિત્તના સ્થિર બંધનરૂપ ધારણાની ધારા વડે વેગથી મનની વૃત્તિ રેકી છે, મનને રોકનારને સુનિશ્ચિત(અવશ્ય) તત્વજ્ઞાન થાય છે. પ્રસન્ન એટલે મનની મલિનતા (કલુષિતતા) રહિત, અપ્રમત્ત એટલે અજ્ઞાન આદિ આઠ પ્રમાદથી રહિત, અને ચિદાનંદ સુધાવિહ એટલે જ્ઞાનનાં આનંદરૂપ અમૃતને પીનાર, જ્ઞાનાનંદને આસ્વાદ લેનાર; એવા ધ્યાની આત્મિક