________________ 30 ધ્યાન-અષ્ટક 401 સામ્રાજ્યના અનુભવને વિસ્તાર કરે છે તેની તુલના કોની સાથે થાય? કેઈની સાથે નહીં. તેથી સર્વ પરભાવના ત્યાગ રૂપ કૃષ્ટિ સહિત તત્વ (આત્મા)માં એકતારૂપ ધ્યાનાવૃત પિતે ભેગવવા ગ્ય છે તેના સેક્તાને પરમ સામ્રાજ્ય છે. માટે સર્વ પ્રકારે તે જ કરવા ગ્ય છે. જેને માટે સત્ય સાધકે આદરે છે યમનિયમની પ્રવૃત્તિ, સંકેચે છે શરીરને આસન-મુદ્રા આદિ વડે; સાધે છે રેચક, પૂરક, કુંભકરૂપ પ્રાણાયામ, વસે છે નિર્જન વનમાં, તજે છે સર્વ ઇંદ્રિયના વિષયને; તે સમતારૂપ સુખનું મૂળ, આત્મામાં એકતારૂપ ઉપગ આત્મહિતાથી જનેએ સાધવા યોગ્ય છે. 6-7-8