________________ 360 જ્ઞાનમંજરી જે જાણે છે તે સર્વને જાણે છે” એ વચન પ્રમાણે બાધ અને તેના ફળરૂપ ત્યાગ પરિણતિ થાય છે. 4 विरलास्तद्रसास्वाद विदोऽनुभव जिह्वया // 5 // ભાષાર્થ –કેની કલ્પનારૂપ ચાટૂડી (ચા-કડછી) શાસ્ત્રરૂપ દૂધપાકમાં અવગાહનારી (ફરનારી) નથી ? સર્વની કલ્પના શાસ્ત્રમાં રમે છે. પરંતુ તે શાસ્ત્રરૂપ ખીરને રસ અનુભવરૂપ જીભે ચાખનાર શાસ્ત્ર રહસ્ય-ચર્વણાના જાણ થડા હોય છે. તેથી શાસ્ત્ર-જ્ઞાન તે બાહ્ય, અને અનુભવ તે અંતરંગ એમ જાણે. અનુવાદ : મતિ–કડછી કેની નહીં, રમે શાસ્ત્ર–ખર માંય? અનુભવ–જીભે વિરલા, રસ ચાખે છે ત્યાંય. 5 જ્ઞાનમંજરી –કયા પુરુષની મતિ-પ્રવૃત્તિરૂપ કડછી (ચાટવી) શાસ્ત્રરૂપ ખીરમાં ફરતી નથી? બુદ્ધિ કલ્પનાથી શાસ્ત્ર સમજનારી મતિ ઘણાની હોય છે. પરંતુ અનુભવ જીભે શાસ્ત્રના રહસ્યને સ્વાદ ગ્રહણ કરનાર છેડા હોય છે. 5 पश्यतु ब्रह्म निद्वद्वं निद्वद्वानुभवं विना / कथं लिपिमयी दृष्टिाङ्मयी वा मनोमयी // 6 // ભાષાર્થ - હંઢ રહિત આત્મસ્વરૂપને ઠંદ્ર રહિત અપક્ષ અનુભવ વિના સંજ્ઞા અક્ષરમય, વ્યંજન–અક્ષરમય, અથવા લબ્ધિ–અક્ષરમય દ્રષ્ટિ કેવી રીતે દેખે? એટલે શાસ્ત્ર દ્રષ્ટિએ બ્રહ્મ (આત્મસ્વરૂપ) ન જણાય; ચર્મચક્ષુથી તે ન જ જણાય; કેવળ (આત્માનુભવ) દૃષ્ટિએ જ જણાય.