________________ 30 ધ્યાન-અષ્ટક 393 પિતાનું સ્વરૂપ સરખું છે એવા ઉપગવાળા મુનિને–પિતાના ગુણને આવરણ કરવારૂપ અને પુદ્ગલ–સંગથી ઉત્પન્ન થતું-દુ:ખ હોતું નથી. “પ્રવચનસાર”માં કહ્યું છે કે - जो जाणदि अरिहंतं दव्वत्तगुणत्तपज्जयत्ते हिं / सो जाणदि अप्पाणं, मोहो खलु जादि तस्स लयं // ભાવાર્થ-જે પુરુષ દ્રવ્ય, ગુણ, પર્યાયથી પૂજ્ય વીતરાગ દેવને જાણે છે, તે પુરુષ પિતાના સ્વરૂપને જાણે છે, અને નિશ્ચયથી તેને મેહ (કર્મ) નાશ પામે છે. ધ્યાતા આત્મા, દયેય તેનું સ્વરૂપ અને ધ્યાન તે ત્રણેની અભેદતા, એકતા પ્રાપ્ત થવી તે મોહના ક્ષયનું કારણ છે. 1 ध्याताऽन्तरात्मा ध्येयस्तु परमात्मा प्रकीर्तितः / ध्यानं चैकाग्र्यसं वित्तिः समापत्तिस्तदेकता // 2 // ભાષાર્થ :- ધ્યાન કરનાર તે સમ્યકદર્શનરૂપ પરિણામવાળે આત્મા (અંતરાત્મા) છે. ધ્યાન કરવા ગ્ય (પરમાત્મા) સિદ્ધ ભગવાન અથવા ઘાતી કર્મ જેમનાં ક્ષય થયાં છે તે અરિહંત કહ્યા છે; અને ધ્યાન તે એકાગ્ર બુદ્ધિ છે. વિજાતીય પ્રત્યય અવ્યવહિત સજાતીય પ્રત્યય તે ધ્યાન એ યેગાચાર્ય મત છે. (યેય વસ્તુથી અન્ય પ્રત્યય-જ્ઞાન મનમાંથી કાઢી નાખી, ધ્યેયને અનુકૂળ–સજાતીય જ્ઞાનને જે પ્રવાહ કર તે ધ્યાન.) (આગળ લક્ષણ જેનું જણાવશે તે) સમાપત્તિ તે ત્રણેની એકતા છે. “શ્રી વિશેષ આવશ્યક”માં કહ્યું છે -- जं थिरमज्झवसाणं तं झाणं जं चलंतयं चित्तं / तं होज्ज भावणा वा अणुप्पेहा वा अहव चिंता //