________________ 29 ભાવપૂજા-અષ્ટક (391 ભાષાર્થ:-- ગૃહસ્થને ભેદ સેવારૂપ પુષ્પ આદિ પૂજા ઘટે છે, પરંતુ અભેદ–સેવારૂપ ભાવપૂજા તે સાધુને ઉચિત (ઘટે છે. જોકે ગૃહસ્થીને ભાવને પનીત, માનસ નામની ભાવપૂજા હોય, તથાપિ કાયિકી તે ચારિત્રકાયને જ હોય, એ વિશેષ જાણવું. અનુવાદ :- દ્રવ્ય પૂજા ગૃહને ઘટે, ભેદ ઉપાસનરૂપ, ભાવ પૂજા તે સાધુને, અભેદ શુદ્ધ સ્વરૂપ. 8 જ્ઞાનમંજરી - પિતાના આત્માથી ભિન્ન અહંત પરમાત્મા જે જ્ઞાનાનંદ વિલાસને પ્રાપ્ત થયા છે, તેમની નિમિત્તાલંબનરૂપ દ્રવ્યપૂજા ગૃહસ્થને ઘટે છે; વળી પરમાત્મા અને પિતાના આત્માના અભેદભાવરૂપ ભાવપૂજા તે સાધુએને યોગ્ય છે. જોકે ગુણ-સ્મરણ અને તેના બહુમાનરૂપ ઉપગવાળી ભાવપૂજા ગૃહસ્થાને હોય છે, તથાપિ નિર્વિકલ્પ ઉપગ સ્વરૂપમાં એકતારૂપ ભાવપૂજા મુનિઓને જ પ્રાપ્ત થાય છે. એ પ્રકારે આસવ, કષાય અને ગની ચપળતાવાળી, વૃત્તિરૂપ દ્રવ્યપૂજાના અભ્યાસથી અહતના ગુણ અને પિતાના આત્મધર્મની એકતારૂપ ભાવ પૂજાવાળા થવાય છે અને તેથી તેમાં તન્મયતા પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે. એમ જ સાધન કરતાં કરતાં સાધ્ય ઉપયોગ પામીને પછી સાધ્યની પણ કલ્પના તજીને કર્મરહિત સિદ્ધિ પ્રાપ્ત થાય છે. 8