________________ 396 જ્ઞાનમંજરી સ્વરૂપમય ઉપયોગમાં લીનતા તે ધ્યાન છે. ત્યાં ધ્યાન કરનારની દયેયમાં એકાગ્રતારૂપ ધ્યાનમાં સમાપત્તિ, એટલે નિર્વિકલ્પતા, તારતમ્યતારહિત ચૈતન્ય પરિણતિરૂપ એકતા જાણવા ગ્ય છે. 2 તે વિષે દ્રષ્ટાંત કહે છે - 'मणी बिब-प्रतिच्छाया समापत्तिः परमात्मनः / क्षीणवृत्तौ भवेत् ध्यानादन्तरात्मनि निर्मले // 3 // ભાષાર્થ ––સમાપત્તિનું લક્ષણ કહે છેઃ જેમ રતને વિષે પડછાયે પડે તેમ જેની અત્યંત મલરૂપ વૃત્તિ ધ્યાનથી ક્ષીણ થઈ છે તેવા નિર્મળ (ક્ષીણવૃત્તિવાળા) અંતરાત્માને વિષે પરમાત્માની પ્રતિછાયા પડવી તેને સમાપત્તિ કહી છે. અન્ય સ્થળે કહ્યું છે - मणेरिवाभिजातस्य, क्षीणवृत्तेरसंशयम् / तात्स्थ्यात्तदंजनत्वाच्च समापत्तिः प्रकीत्तिता / ભાવાર્થ :-- મણિની પેઠે ક્ષીણ વૃત્તિવાળા અંતરાત્મામાં પરમાત્મ-ગુણને સંસર્ગ-આરોપ, અને અંતરાત્માને વિષે પરમાત્માના અભેદ આરોપને લઈને નિસંશયપણે સમાપત્તિ કહી છે. એ ધ્યાનફળ સમાધિરૂપ અતિ વિશુદ્ધિ છે. અનુવાદ: મણિમાં પ્રતિછાયા સમી, પરમાત્માની છાંય; નિર્મળ ક્ષણવૃત્તિ ઉરે, માપત્તિ ગણ ત્યાંય. 3 જ્ઞાનમંજરી:-- જેમ રતમાં બિંબને પડછાયે પડે તેમ સ્વસ્વરૂપ(અંતરાત્મા)માં નિર્મળ–આત્મા (પરમાત્મા)નું 1 મપાવવ એવો પણ પાઠ છે. 2 Yરાત્મના પાઠાન્તર