________________ 378 જ્ઞાનમંજરી ભાવાર્થ :-- પાંચ ઇન્દ્રિયેનું નિયમન કરનારા, જીવિતની પણ પરવા નહીં કરનારા અને કાયાની આસક્તિથી રહિત એવા મહાપુરુષે બહારની (શરીરની) શુદ્ધિની દરકાર ન કરતાં ઉત્તમ અને મહાવિજયી ભાવ યજ્ઞને જ આદરે છે. 1 તમારી જેતિ શું? અને તિનું સ્થાન શું? તમારી કડછીઓ કઈ ? અગ્નિ પ્રદીપન કરનારું શું ? તમારાં લાકડાં કયાં? અને હે ભિક્ષુ ! તમારા શાન્તિ મંત્ર ક્યા? કેવા યજ્ઞથી આપ યજન કરે છે ? (આ પ્રમાણે બ્રાહ્મણ બોલ્યા).૨ તપ એ જ અગ્નિ ( તિ) છે; જીવાત્મા અગ્નિનું સ્થાન છે, મન, વચન, અને કાયાના ગરૂપ કડછી છે; અગ્નિને દીપ્ત કરનારું સાધન શરીર છે, કર્મરૂપી લાકડાં છે, સંયમરૂપ શાંતિમંત્ર છે તેવી રીતે પ્રશસ્ત ચારિત્રરૂપ યજ્ઞ વડે જ હું યજન કરું છું-તે જ યજ્ઞને મહર્ષિનેએ ઉત્તમ ગણે છે. 3 ઉત્તરાધ્યયન'ના પચીસમાં યજ્ઞીય અધ્યયન, તથા શ્રી આચારાંગ સૂત્રની નિર્યુક્તિના આધારે નિક્ષેપાદિ જાણવા ગ્ય છે. તેનું (નિયાગનું) સ્વરૂપ કહે છે - બ્રહ્માગ્નિ એટલે આત્મસ્વરૂપમાં એકતારૂપ અગ્નિ ધ્યાનરૂપ ઈધનથી પ્રજવલિત થાય ત્યારે તેમાં જ્ઞાનાવરણાદિ કર્મોને જે મુનિ હોમે છે, તે સમ્યક દર્શન-જ્ઞાન–ચારિત્રની એકતા અને વીર્યની તીણતા રૂપ આત્યંતર યાગ (યજ્ઞ) સહિત હોવાથી નિયાગને જાણનાર કહેવાય છે. 1 पापध्वंसिनि निष्कामे ज्ञानयज्ञे रतो भव / सावधैः कर्मयज्ञैः किं ? भूतिकामनयाऽऽविलैः // 2 //