________________ 29 ભાવપૂજા-અષ્ટક 387 ઈચ્છા અને શેકના અભાવરૂપ સંતેષ એ જ શુભ વસ્ત્રો તેને ધારણ કરીને સ્વપરના ભેદરૂપ વિવેકજ્ઞાન એ જ તિલક, તેથી શોભતે. વળી કે બનીને? અહંતના ગુણેમાં એક્તા રૂ૫ ભાવના વડે જેને અભિપ્રાય પવિત્ર બને છે, એ બનીને; વળી આરાધ્યારૂપ ભક્તિ અને “આ પદાર્થ પરમાર્થરૂપ છે એવી પ્રીતિરૂપ શ્રદ્ધા તેના મિશ્રણરૂપ કેસર-ચંદનના લેપ વડે શુદ્ધ આત્મા જે પરમેશ્વર છે અને પિતાને આત્મા પણ સ્વરૂપે દિવ્યરૂપ છે તેવી દેવ છે તેની પૂજા કર, તેની ભક્તિમાં આસક્ત થા. 1-2 હવે અનુક્રમે પૂજાના પ્રકાર કહે છે :क्षमा पुष्पाजं धर्म-युग्म क्षौमद्वयं तथा / ध्यानाभरणसारं च तदङ्गे विनिवेशय // 3 // ભાષાર્થ - ક્ષમારૂપ ફૂલની માળા, તથા વ્યવહારનિશ્ચય રૂ૫ દ્વિવિધ ધર્મલક્ષણ જે ઉત્તમ વસ્ત્રયુગલ (જેડ) તથા ધ્યાનરૂપ જે સાર આભરણ તે શુદ્ધ આત્માને અંગે માનસ ભાવે કરી પહેરાવ. અનુવાદ ; ક્ષમા--સ્કૂલ માળા ધરે, ધર્મ-વસ્ત્રની જોડ, ધ્યાન–અલંકારે ધરે, આત્માગે ધરી કેડ. 3 જ્ઞાનમંજરી –હે ભવ્ય ! આત્મસ્વરૂપરૂપ અંગે ક્ષમારૂપ પુષ્પમાળા પહેરાવ, તથા શ્રાવક અને સાધુરૂપ કે શ્રત અને ચારિત્રરૂપ બે ઉત્તમ વસ્ત્રો પહેરાવ. વળી ધર્મધ્યાનરૂપ અને શુક્લધ્યાનરૂપ ઉત્તમ શણગાર પરબ્રહ્મને પહેરાવ. એમ ગુણના પરિણામરૂપ પૂજા કર. 3