________________ 362 જ્ઞાનમંજરી અને સગી કેવલીને “ઉત્તરોત્તર”. વળીશ્રીવિશતિજ્ઞા માં કહ્યું છે કે સુષુપ્તિ એટલે તીવ્ર નિદ્રામાં ઊંઘનાર જેવા અનુભવજ્ઞાની નથી. કેમ? મેહ રહિત છે તેથી; અનુભવી મેહ રહિત છે અને સુષુપ્તિમાં છે તે મેહમય છે. તેથી અનુભવજ્ઞાનીને સુષુપ્તિ અવસ્થા નથી. તત્ત્વના અનુભવીને સ્વપ્ન દશા તથા જાગર–દશા પણ નથી; આ બન્ને દશાઓ કલ્પના સહિત છે અને અનુભવમાં વિકપરૂપ ચેતનાની કારીગરી–વિજ્ઞાનને અભાવ છે. એ વિકલ્પ રહિત દશાના અનુભવમાં તુર્થી દશા જ કહેવાય છે. જોકે તુર્ય દશા સર્વત્ર હોય છે, તથાપિ યથાર્થ કૃતની ભાવનાવાળા જીને કેવળ જ્ઞાનના સર્વોત્તમ કારણરૂપ ઉપચારને લઈને અને સ્વરૂપ હોવાથી તુર્મા દશા જ કહી શકાય. સુષુપ્તિ જાગ્રત કે સ્વપ્ન દશાને ત્યાં સંભવ નથી, તેથી અનુભવ સમાધિનું કારણ છે. 7 હવે સિદ્ધાન્તરૂપ કહે છે :अधिगत्याखिलशब्द-ब्रह्म-शास्त्रदृशा मुनिः / स्वसंवेद्यं परब्रह्मानुभवेनाधिगच्छति // 8 // ભાષાર્થ - શાસ્ત્રદ્રષ્ટિથી સઘળું શબ્દબ્રહ્મ જાણીને, મુનિ અનુભવ વડે અન્ય-નિરપેક્ષ, સ્વપ્રકાશ પરમ બ્રહ્મને જાણે છે. અનુવાદ :શબ્દ-બ્રા મુનિ જાણીને, શાસ્ત્રષ્ટિએ સર્વ સ્વસંવેદ્ય પર બ્રહ્મને, અનુભવતા ગતગર્વ. 8 જ્ઞાનમંજરી - પૂર્વ પૂર્વ સેવનાનાં સ્થાનમાં શાસ્ત્ર ગ્રહણ બુદ્ધિથી સમસ્ત બ્રહ્માષા વાલ્મ(શા)ને જાણીને