________________ 26 અનુભવ-અષ્ટક 357 જ્ઞાનરૂપ સૂર્યના સારથી, અરુણના ઉદય સમાન છે. પ્રથમ અરુણોદય થાય છે પછી સૂર્યોદય થાય છે, તેમ અનુભવને ઉદય પ્રથમ થાય છે પછી કેવળજ્ઞાન રવિને ઉદય થાય છે. તેથી અનુભવપૂર્વક કેવળજ્ઞાન છે; ભાવનાજ્ઞાનની એકતારૂપ અનુભવ કર્તવ્ય છે. “ગદૃષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે: તश्रुतोत्तरभावी केवलात् अव्यवहितपूर्वभावीप्रकाशोऽनुभवः / ' મતિશ્રતથી આગળને અને કેવળજ્ઞાન થતા પહેલને નજીકને (આત્મ) પ્રકાશ તે અનુભવ છે. 1 व्यापारः सर्वशास्त्राणां दिक्प्रदर्शन एव हि / / पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः // 2 // ભાષાર્થ –સઘળાં શાસ્ત્રોને વ્યાપાર (ઉપાય-પ્રવર્તન) દિશા દેખાડવાને જ છે, પરંતુ એક અનુભવ સંસાર સમુદ્રને પાર પમાડે છે. અનુવાદ :- શાસ્ત્ર બધાં દેખાડતાં, દિશા માર્ગની છેક; ભવ જળ પાર પમાડત, અનુભવ ઉપાય એક. 2 જ્ઞાનમંજરી –ચાર અનુગરૂપ સર્વશાસ્ત્રોને ઉદ્યમ એક માર્ગ દેખાડવારૂપ છે. જેમાં મુસાફરને માર્ગ દેખાડનાર માર્ગ દેખાડે છે, પણ જે ગામ જવું છે તે ગામ તે અનુકૂળતા પ્રમાણે ચાલવાથી જ પ્રાપ્ત થાય છે, તેમ શાસ્ત્રને અભ્યાસ એ મેટો ઉદ્યમ છે, પિતાનું તત્વ સાધવાને વિધિ દેખાડનાર છે, પરંતુ ભવસમુદ્રને પાર તે એક અનુભવ પમાડે છે, બીજે કઈ નહીં. શ્રી સૂત્રકૃતાંગ આદિ શાસ્ત્રોમાં અધ્યાત્મભાવથી સિદ્ધિ બતાવી છે. તેથી સદ્ગુરુના ચરણ