________________ 26 અનુભવ-અષ્ટક 355 ભાવાર્થ :-- વાચના, પૃચ્છના પરિવર્તન અને ધર્મકથા સ્વર, અક્ષર, વ્યંજનની શુદ્ધિ સહિત પણ અનુપ્રેક્ષા રહિતને દ્રવ્યશ્રુત કહ્યું છે અને અનુપ્રેક્ષાને ભાવકૃત કહેલ છે. તેથી ભાવકૃત તે સંવેદનરૂપ છે, તત્ત્વ દર્શાવવારૂપ નથી. સ્પર્શરૂપ અને તત્ત્વસિદ્ધિરૂપ એમ બે જ્ઞાનના પ્રકાર શ્રી હરિભદ્ર પૂજ્ય કહ્યા છે, તેમાં સ્પર્શજ્ઞાન અનુભવવાળાને જ હોય છે. તેનું લક્ષણ ગદૃષ્ટિ સમુચ્ચય' ગ્રંથને અનુસરીને લખીએ છીએ ? "यथार्थवस्तुस्वरूपोपलब्धिपरभावारमणस्वरूप रमणतदाસ્વાહનૈવાવનુભવ !" | ભાવાર્થ - યથાર્થ વસ્તુના સ્વરૂપની ઓળખાણ થવાથી પરભાવમાં પ્રીતિ-રમણતાને અભાવ અને સ્વરૂપમાં રમણતા અને તેના આસ્વાદન (રસ)માં તન્મયતા તે અનુભવ. હેય-ઉપાદેય (તજવા યોગ્ય અને ગ્રહણ કરવા ગ્ય) ના વિવેક જ્ઞાનથી થતા સુખને ચાખવારૂપ અનુભવ છે. . નામ નિક્ષેપે તે જેનું નામ અનુભવ પાડ્યું હોય તે, સ્થાપનાથી જેની અનુભવ તરીકે સ્થાપના થઈ છે તે દ્રવ્ય અનુભવ એટલે શુભ અશુભ ઉદયમાંથી ભેગવાતા પ્રત્યે ઉપગ નહીં તે; " જુવોનો ર” ઉપયોગ ન હોય ત્યાં દ્રવ્ય ગણાય છે, એ વચનથી. ભાવ અનુભવ–અપ્રશસ્ત તે સાંસારિક વિષય-કષાયના રસમાં તન્મયતા અને પ્રશસ્ત તે અહંતનાં ગુણેમાં પ્રીતિ થતાં તન્મયતા થાય , અને શુદ્ધ અનુભવ એ છે કે સ્વરૂપના અનંત પર્યાયમાં પરિણમેલા વિચિત્ર જ્ઞાનના રસમાં એકતારૂપ વિશ્રાંતિ પ્રાપ્ત થવી. અહીં ભાવ અનુભવને અવસર છે