________________ 353 25 પરિગ્રહ-અષ્ટક પુરુષને સઘળુંય જગત પરિગ્રહ છે; પરંતુ મૂર્છાથી રહિત મહાપુરુષને તે સારું જગત પરિગ્રહ નથી. “વિશેષ આવશ્યક ભાષ્ય”માં કહ્યું છે :तम्हा किम त्थि वत्थं गंथोऽगंथो व सव्वहा लोए ? गंथोऽगंथो व मओ मुच्छाऽमुच्छाहिं निच्छ यओ // वत्थाइ तेण जं जं संजमसाहणम राग-दोसस्स / तं तमपरिगहो च्चिय परिग्गहो जं तदुवघाई / / | ભાવાર્થ ––તેથી લેકમાં સર્વથા કઈ વસ્તુ પરિગ્રહ અને કઈ વસ્તુ અપરિગ્રહ છે ? ખરેખર મૂછ અને અમૂછ એ જ પરિગ્રહ અને અપરિગ્રહ (માનેલા) છે. રાગદ્વેષરહિત પુરુષને વસ્ત્રાદિ જે જે સંયમનાં સાધન છે તે તે અપરિગ્રહ છે અને સંયમને ઘાત કરનાર છે તે પરિગ્રહ છે. અનુવાદ:– મૂર્છાથી મતિ મલિન જે, જગ બધું પરિગ્રહ-પૂર્ણ અપરિગ્રહરૃપ જગ બધું, કરી જે મૂછ ચૂર્ણ 8 જ્ઞાનમંજરી:- મમત્વથી જેની બુદ્ધિ મેલી થઈ છે, આવરણ પામી છે, એવા મૂછમાં મગ્ન જનને પિતાની માલિકીરૂપે બધું જગત પ્રાપ્ત થયું નથી તે પણ બધું જગત પરિગ્રહ જ છે કારણ કે તેને સ્વામી અને ભક્તા થવામાં તેને સુખબુદ્ધિ છે. પરંતુ મૂછહિત એટલે પુદ્ગલ પ્રત્યે તે ભિન્ન છે, ગ્રહણ કરવા યોગ્ય નથી એવી બુદ્ધિ થવાથી તેના ત્યાગનારને જગત જ પરિગ્રહ નથી કેમકે તેમાં તેની પ્રીતિ નથી. માટે જ આત્માનું પરભાવમાં રસિકપણું તે પરિગ્રહ છે. તેથી રહિત થઈ આત્મસ્વરૂપમાં રમણ કરવું એગ્ય છે. 8 - 99 - 23