________________ 348 જ્ઞાનમંજરી અનુવાદ :- જે બાહ્યાભંતર તજી, પરિગ્રહ રહે ઉદાસ; ચરણકમળ તેને પૂજે, ત્રણ જગ બનીને દાસ. 3 જ્ઞાનમંજરી -- જે સાધુ ધન આદિ બાહ્ય અને રાગ આદિ અત્યંતર પરિગ્રહને તૃણની પેઠે તજીને ઉદાસીન રહે છે એટલે મેહનું કારણ, આસક્તિનું મૂળ, આત્માને કાદવ સમાન ખરડનાર અને વસ્તુતઃ અસાર એ પરિગ્રહ તે મારે નથી; દારૂ પીને ગાંડે બનેલે માણસ કાદવમાં આળોટતાં ખરડાય તેથી સુખી થતું નથી, તેમ હું પરિગ્રહથી સુખી નથી; પરંતુ હું તે જ્ઞાનાદિ અનંત ગુણેથી પૂર્ણ છું તે પુગળામાં કેમ રમું? એવી ભાવનાથી પરિગ્રહને જેણે ત્યાગ કર્યો છે, તેના ચરણકમળને અસુર, નર અને દે, ત્રણે લેક સેવે છે, ત્રણ જગને તે પૂજ્ય થાય છે. તેથી સ્વરૂપાનંદના રસિક જનેને આનંદરૂપ પરિગ્રહમાં આસક્તિ હોય છે. 3 વળી બાહ્ય ભેગથી નિગ્રંથપણું માનનારને શિખામણ चित्तेऽन्तग्रन्थिगहने, बहिनिग्रंथता वृथा / त्यागात्कञ्चुकमात्रस्य, भुजगो न हि निर्विषः // 4 // ભાષાર્થ - અંતરંગમાં પરિગ્રહની ઊંડી લાલસા છતાં ઉપરનું સાધુપણું ફેક (નિષ્ફળ) છે. જેમકે કાંચળી માત્રના ત્યાગથી સર્પ વિષ રહિત થતું જ નથી. અનુવાદ - અંતથિ ઉરમાં ગહન, વ્યર્થ વેષ નિગ્રંથ સાપ તજી જે કાંચળી, પણ નહિ વિષને અંત. 4