________________ 344 જ્ઞાનમંજરી શાસ્ત્રને ઉપદેશ કરનાર. વળી કેવા હોય છે? શાસ્ત્રના રહસ્યને જાણનાર દૃષ્ટિવાળા. એમ શાક્ત માર્ગે પ્રવર્તનાર તત્વજ્ઞા અને શાસ્ત્રના ઉપદેશક પરમ પદને પામે છે, માટે સંપૂર્ણ આદરભાવથી જૈન-આગમોનો અભ્યાસ કરવા યોગ્ય છે. તેથી તત્વની પ્રાપ્તિ થાય છે, અને સર્વ સિદ્ધિની સાધકતા થાય છે. માટે જ મુનિઓ પ્રવચનની વાચના લે છે, રહસ્યને પૂછે છે, સૂત્ર પાઠને ઉચ્ચ સ્વરે પાઠ કરે છે, તેના અર્થની ભાવસહિત અનુપ્રેક્ષા (વારંવાર ભાવના) કરે છે અને આગમ તમાં તન્મય બને છે તેમાં મગ્ન બનીને પિતાના આત્માને આનંદપૂર્ણ કરે છે, તે લાભના આનંદની ઇચ્છા સહિત ધર્મકથા કરે છે; મોટા આચાર્ય ગણુની અનુમોદના કરે છે, માટે જ ગ-ઉપધાન ક્રિયા કરે છે, જીવન પર્યત ગુરુકુળમાં વસે છે અને શાસ્ત્રજ્ઞાનમાં પ્રવીણતા ઈચછે છે. 8