________________ 342 જ્ઞાનમંજરી તે શબરને ભૌતની પાસેનાં મયૂરપિચ્છ જોઈતાં હતાં ત્યારે તેને મારીને તેના પગ સ્પશને મયૂરપિચ્છ લીધાં. આજ્ઞા પાળી, તેમ આપમતિને શાસ્ત્ર-આજ્ઞા વિના બાહ્ય આચાર પરિપાલન જાણવું. બેંતાલીસ દોષ રહિત આહાર-ગવેષણ શબરના દૃષ્ટાંતે. અનુવાદ :- શાસ્ત્ર આજ્ઞા અવગણ, પાળે અચૂક આચાર; શબર સમ સ્પર્શ નહીં જીવતાં, હણે નિર્ધાર. 6 જ્ઞાનમંજરી:--આગમમાં કહેલી આજ્ઞાની દરકાર કર્યા વિના બેંતાલીસ દોષ રહિત આહાર ગ્રહણ કરનારને હિત કે સુખ થતું નથી; જેમ ભૌતને હણનારને તેના ગુરુની આજ્ઞા હતી કે તેના પગને સ્પર્શ કરે તે અહિત છે. કોઈ એક શબરને જીવતા ભૌતના પગને સ્પર્શ કરવાને નિવારેલો તે શબરને ભૌત પાસેનાં મયૂરપિચ્છ લેવાની ઈચ્છા થઈ ત્યારે તને હણીને પછી તેને સ્પર્શ કર્યો. તે પ્રકારે આત્માને હણીને છજીવ-નિકાયની રક્ષા કરનાર શબરની પેઠે આજ્ઞા પાળે છે. માટે મૂર્ખતા દૂર કરીને તત્વજ્ઞાનવંત થવું. શુદ્ધ આહાર આદિ અ૫ એગ છે, સ્વરૂપનું અવલંબન એ મહા યંગ છે. તેથી સ્વરૂપ આચરણ રહિત નિર્દોષ આહારસંઘને આત્મસાધન માનનારાને ભૌતની હિંસા કરનાર જેવા अज्ञानाहि महामंत्रं स्वाच्छन्द्यज्वरलंघनम् / धर्मारामसुधाकुल्यां शास्त्रमाहुमहर्षयः // 7 //