________________ 340 જ્ઞાનમંજરી માટે તેમનું જ વચન મેક્ષનું અંગ છે, અન્ય કઈ અસર્વજ્ઞ છતાં પિતાને સર્વજ્ઞ માનનાર જે વચન કહે તે મેક્ષનું કારણ નથી. 3 शास्त्रं पुरस्कृते तस्माद्वीतरागः पुरस्कृतः / पुरस्कृते पुनस्तस्मिन्नियमात्सर्वसिद्धयः // 4 // ભાષાર્થ :—શાસ્ત્ર આગળ કર્યો વીતરાગ ભગવાન આગળ કર્યા, કારણ કે શાસ-ઉપગે તેના કર્તા સાંભરે જ આમ તે વીતરાગને આગળ કર્યો નિશ્ચયે સર્વ સિદ્ધ થાય. કહ્યું છે કે - अस्मिन् हृदयस्थे सति, हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति / हृदयस्थिते च तस्मिन् नियमात्सर्वार्थ संसिद्धिः / / ભાવાર્થ - જે ભગવાનનાં વચન (મૂર્તિમંત) હેય તે ખરી રીતે મુનીંદ્ર વીતરાગ ભગવાન હૃદયમાં રહ્યા છે એમ જાણે અને ભગવાન હૃદયમાં હોય તે અવશ્ય સર્વ પદાર્થ સિદ્ધ થાય છે. અનુવાદ - શાસ્ત્ર રમે જે હૃદયમાં, તે છે ત્યાં ર્વીતરાગ; વીતરાગ ઉરમાં પ્રથમ, અવશ્ય સિદ્ધિ અથાગ. 4 જ્ઞાનમંજરી –શાસ્ત્ર સિદ્ધાંત મુખ્ય કરવાથી વીતરાગ અહંતુ ભગવાન મુખ્ય (અગ્રેસર) થાય છે; અને વીતરાગને મુખ્ય કરવાથી અવશ્ય સર્વ સિદ્ધિઓ હોય છે. આગમમાં કહ્યું છે કે -- आगमं आयरंतेण, अत्तणो हियकंखिणो / .. तित्थ नाहो सयंबुद्धो सब्वे ते बहु मनि या //