________________ 23 શાસ્ત્ર-અષ્ટક 339 પૂર્વક કહેલું છે. બીજા કોઈના વચનને શાસ્ત્ર કહેવું ઘટતું નથી. “પ્રશમરતિ’માં કહ્યું છે કે - शासनसामर्थ्येन च संत्राणबलेन चानवद्येन / युक्तं यत्तत्शास्त्रं तच्चैतत्सर्वविद्वचनम् / / ભાવાર્થ - શાસન (હિત-શિક્ષા) નું બળ, સંત્રાણ (રક્ષા)નું બળ અને દેવરહિતપણું એ ગુણે સહિત જે હોય તે શાસ્ત્ર છે અને તે તે આ સર્વજ્ઞનું વચન છે. અનુવાદ :- શાસ્ત્ર-અર્થ વ્યુત્પત્તિથી, શિક્ષા–ત્રાણ સમર્થ, વચને તે વીતરાગનાં, મેક્ષ ન દે અન્યાર્થ. 3 જ્ઞાનમંજરી –-વિદ્વાનોએ શાસ્ત્રની વ્યુત્પત્તિ એવી કરી છે કે ભવથી ત્રાસ પામેલા, કર્મથી ઘેરાયેલા અને વિભાવના ભારથી દબાઈ ગયેલા ઇવેને બચાવવાની (ત્રણ) શક્તિ જેની હોય તથા જે શિક્ષણ (હિતની શિખામણ) આપે (શીખવે) તે શાસ્ત્ર કહેવાય. તત્વાર્થસૂત્રના કર્તા કહે છે કે મેક્ષમાર્ગનું શિક્ષણ આપે તે શાસ્ત્ર. વળી સર્વ મેહના ક્ષયથી ઉત્પન્ન થયેલા પરમ શાંત સ્વભાવવાળા વીતરાગનું વચન તે મોક્ષમાર્ગને ઉપદેશ કરનાર છે. ઉમાસ્વાતિ પૂજયે કહ્યું છે - केवलमधिगम्य विभुः स्वयमेव ज्ञानदर्शनमनंतम् / लोकहिताय कृतार्थोऽपि, देशयामास तीर्थमिदम् // ભાવાર્થ -- કેવળજ્ઞાન પામીને પરમાત્મા પિતે જ અનંત જ્ઞાન-દર્શનરૂપ થયા, કૃતકૃત્ય થયા છતાં લોકના કલ્યાણને અર્થે આ તીર્થ(ધર્મ)ની તેમણે દેશના દીધી.