________________ 336 જ્ઞાનમંજરી પિતાની સિદ્ધ પરિણતિમાં ધર્મપણાની પ્રતીતિ તે સમ્યફદર્શન છે. એમ સમ્યક્દર્શન યુક્ત પરમાત્મભાવની રુચિવાળાને પરમાત્મભાવનાં સાધનના ઉપાયેનું સંબંધપૂર્વક કથન તે શાસ્ત્ર છે. તેના નામ આદિ ભેદ; નામથી આચારાંગ આદિ, સ્થાપનાથી સિદ્ધ ચક આદિમાં શ્રુતજ્ઞાનની સ્થાપના છે તે દ્રવ્યથી પુસ્તકરૂપે અથવા શાસ્ત્ર ભણેલા પુરુષને તેમાં ઉપયોગ ન હોય તેવું શાસ્ત્રજ્ઞાન અને પશમ પરિણામરૂપ જૈન આગમ તે ભાવ શ્રત અથવા ભાવ શાસ્ત્ર છે. વળી નય વિચાર કહે છે -મૈગમનથી વચનના ઉચ્ચાર રૂપ વ્યંજન અક્ષરાદિક, સંગ્રહનયથી જીવ અને પુદ્ગલ દ્રવ્યઈદ્રિય અને ભાવઇદ્રિય પણ શાસ્ત્ર કહેવાય કારણ કે તેનાં કારણ બને છે. વ્યવહારથી ભણવું, ભણવવું, સાંભળવું તે રૂ૫ ઋજુસૂત્ર નયે મનન, નિદિધ્યાનસનરૂપ; શબ્દનયથી તે શ્રતને આધારે ભાવક્ષેપશમરૂપે પરિણમેલા આત્માને સ્પર્શજ્ઞાન પરિણામરૂપ. સમભિરૂઢ નયે સક્ષર લબ્ધિવાળાના તન્મય શુદ્ધ ઉપગરૂપ અને એવંભૂત નયે સર્વ–અક્ષર સંપન્નના નિર્વિકલ્પ ઉપગ વખતે ઉત્સર્ગભાવ શાસ્ત્રમય પરિણામમાં ઉપગ હોવાથી તે શાસ્ત્રરૂપ છે. તેથી પરમ કરુણાળુ પુરુષોએ ઉપદેશેલું શાસ્ત્ર હિતરૂપ છે. તત્વાર્થ ભાષ્યમાં કહ્યું છે - एकमपि जिनवचनाद्यस्मानिर्वाहकं पदं भवति / श्रयन्ते चानन्ता सामायिकमात्रपद-सिद्धा: // 1 // तस्मात्तत्प्रामाण्यात्समासतो व्यासतश्च जिनवचनम् / श्रेय इति निर्विचारं ग्राह्यं धार्य च वाच्यं च // 2 //