________________ 24 શાસ્ત્ર-અષ્ટક 335 કહે છે, એકાંતિક, આત્યંતિક, નિદ્રઢ સુખમય પરમાત્મપદનું સાધન સ્પાદૂવાદ પદ્ધતિએ જ્યાં ઉપદેશેલું છે તે શારરૂપ શાસન છે; ભારત રામાયણાદિ તેવાં નથી, તેમાં આ લેક સંબંધી શિખામણ શાસ્ત્રને બહાને દીધેલી જણાય છે. તેમજ જૈન-આગમ પણ સમ્યક દ્રષ્ટિરૂપે પરિણમેલા શુદ્ધ વક્તાને જ મેક્ષનું કારણ છે, મિથ્યાત્વથી હણાયેલાને તે સંસારના કારણરૂપ જ છે. “નંદસૂત્રમાં તે જ કહ્યું છે - આ दुवालसंगं गणिपिडगं सम्मत्तपरिग्गहिरं सम्मसुअं / मिच्छत्त-परिग्गहिअं मिच्छसुअं // ભાવાર્થ:-- ગણિપિટકરૂપ દ્વાદશાંગી સમ્યકત્વ સહિત ભણે તે સમ્યક્ કૃતરૂપે પરિણમે અને મિથ્યાત્વ સહિત ભણતાં મિથ્યા કૃતરૂપે પરિણમે. તેમજ હરિભદ્ર પૂજ્યે પણ કહ્યું છે -- सदसदविसेसणाओ भवहेउ जदिच्छ सोवलंभाओ। ... नाणफलाभावाओ मिच्छादिट्ठिस्स अन्नाणं // 1 // ભાવાર્થ :--મિથ્યાદ્રષ્ટિ(અજ્ઞાની)ને સદુ-અસદુને વિવેક નહીં હોવાથી તેને ભવ હેતુ (સંસારનાં કારણો)ની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનનું ફળ વિરતિ પરિણામ, તેને તેને અભાવ હોવાથી તેનું જ્ઞાન અજ્ઞાન ગણાય છે. - ઇત્યાદિ જીવ-અજીવ આદિ ગુણ-પર્યાયના વિવેચન સહિત સર્વ આમ્રવના ત્યાગ કરનારને પણ નિશ્ચયન જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવી શ્રદ્ધા કરવાથી સમ્યકદર્શન થાય છે તેથી યથાર્થ સ્વ અને પરના ભેદને ભિન્ન સ્વરૂપે દર્શાવતી ઉપાદેય અને હેય સ્વરૂપના વિજ્ઞાનપૂર્વક નિમિત્ત અને ઉપાદાન કારણના નિર્ધારને કારણે શુદ્ધ એવી અવિનાશી