________________ 22 ભવ-ઉદ્વેગ અષ્ટક [325 ભાષાર્થ - સંસાર–ભયથી જ સ્થિરપણું મુનિને વ્યવહારે હોય છે, પણ પિતાના આત્માની રતિરૂપ નિવિકલ્પ ઉપાય(સમાધિ)માં હોય ત્યારે તે ભવ-ભય પણ સમાધિમાં જ મગ્ન થાય છે. “મોક્ષે પ ર સર્વત્ર નિષ્ણુ પુનિતત્તમ?” એ વચને-મુનિવર તે સર્વત્ર સંસાર કે મેક્ષ સંબંધી નિઃસ્પૃહ હોય છે. અનુવાદ :- ભવ-ભયે જ સ્થિરતા કહી, વ્યવહારે પણ તે નિર્વિકલ્પ સમાધિમાં, નહિ મુનિને ભય– 8 જ્ઞાનમંજરી - તત્વજ્ઞાની મુનિ નરક-નિગદનાં દુઃખના ડરથી જ વ્યવહારે એટલે એષણા આદિ ક્રિયાની પ્રવૃત્તિમાં સ્થિરતા પામે છે; પિતાના આત્માના સમાધિ ભાવમાં એટલે જ્ઞાન–આનંદ આદિમાં ભવભય અંદર સમાઈ જાય છે, પોતાની મેળે જ નાશ પામે છે. આત્મધ્યાનરૂપ લીલામાં તલ્લીન થયેલા, સુખદુઃખમાં સમભાવે રહેનારને ભયને અભાવ જ હોય છે. સંસારથી ત્રાસ પામેલા પ્રથમ જ્ઞાન દર્શન ચારિત્રના આચારના અભ્યાસથી વેગ અને ઉપગથી દ્રઢતા થવાથી સ્વરૂપમાં અનંત સ્યાદ્વાદરૂપ તત્વમાં એકતારૂપ સમાધિમાં રહેલાને સર્વત્ર સમભાવ હોય છે. એમ સ્વરૂપમાં લીન, સમાધિમગ્ન મહાત્માઓને નિર્ભયતા હોય છે. એ પ્રકારે વસ્તુ સ્વરૂપના નિર્ણયથી, વિભાવથી થતા કર્મના ઉદયરૂપ સંસાર પ્રત્યે આત્માની સત્તાથી ભિન્ન પરસંગના સંભવમાં નિર્વેદ (વૈરાગ્ય) કરવા યોગ્ય છે. 8