________________ E જ્ઞાનમંજરી ભાષાર્થ –નિર્મળ સ્ફટિક રત્નની પેઠે આત્માનું સ્વભાવસિદ્ધ (સહજ) સ્વરૂપ છે, ત્યાં સ્થાપે છે ઉપાધિને સંબંધ જેણે એ (જડ) મૂર્ખ મૂંઝાય છે. જેમ સ્ફટિક સ્વભાવે નિર્મળ છે, કાળા-રાતા ફૂલના યેગથી કાળુરાતું કહેવાય; તેને સ્ફટિકસ્વભાવ જાણે તે મૂર્ખ છે. તેને શુદ્ધ આત્મ-દ્રવ્યને ઉપાધિ સંબંધે એકેન્દ્રિયાદિ ઉપાધિપ જ જાણે તે મૂર્ખ જાણ. ઘણું મહી જીવ પરવસ્તુમાં આત્મસ્વભાવને આરોપી સુખ માને છે, તે મિથ્યા સુખ છે. અનુવાદ :- સહજ આત્મ સ્વરૂપ તે, નિર્મલ ફિટિક સમાન; પ્રાપ્ત ઉપાધિ-સંગમાં, ભૂલે ૐવ અજ્ઞાન. 6 જ્ઞાનમંજરી –ઉપાધિ રહિત સફટિક સમાન, જાણનાર દ્રવ્ય જે આત્મા તેનું ઉપાધિ રહિત સ્ફટિક સમાન, સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપ છે. આથી વસ્તુતઃ આત્મા ફટિકવત્ નિર્મળ, નિઃસંગ જ છે. સંગ્રહ નયથી આત્મા પ૨ઉપાધિના સંગવાળા જ નથી; પરમ જ્ઞાયક, ચિદાનંદરૂપ છે. પ્રાપ્ત પુદ્ગલેના સંબંધથી થયેલી કર્મરૂપ ઉપાધિના સંબંધવાળો, અનેક રોગી, શોકાતુર અવસ્થાવાળે, વસ્તુસ્વરૂપથી અજાણ્યા જીવ ઉપાધિભાવમાં મૂંઝાય છે, તન્મય થઈ જાય છે. જેમ કાળા, ભૂરા, પીળા આદિ પુષ્પના સંગથી સ્ફટિકને તન્મયપણે કાળા, ભૂરા, પીળા સ્વભાવનું-મૂર્ખ જાણે છે, તેમ વસ્તુસ્વરૂપના જ્ઞાનથી રહિત જીવ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના નિમિત્તે બાંધેલાં એકેન્દ્રિય આદિનામકર્મના ઉદયથી એકેન્દ્રિય આદિ અવસ્થાને પામેલાને એકેન્દ્રિયાદિરૂપ જ માને છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય કે