________________ રન કર્મવિપાકચિંતન-અષ્ટક दुःखं प्राप्य न दीन: स्यात् सुखं प्राप्य न विस्मितः / मुनिः कर्मविपाकस्य जानन् परवशं जगत् // 1 // ભાષાર્થ -- મુનિ દુ:ખ પામીને દીન (દયામણે) ન થાય, સુખ પામીને વિસ્મયવંત (કદી ન દીઠું હોય તેમ, આનંદમાં આવી જવા જે) ન થાય; પણ કર્મના શુભઅશુભ પરિણામને લીધે જગત પરાધીન છે એમ તે જાણે છે. અનુવાદ:– દુઃખ પામ દૈન ના થતા, સુખમાં નહીં મીઠાશ મુનિ સુખી, પરવશ બીજા, કર્મ-ઉદયના દાસ. 1 જ્ઞાનમંજરી - હવે નિગ્રંથપણના સાધનની ભાવના કરવા માટે સમતા પ્રાપ્ત કરવામાં કારણભૂત કર્મના ફળનું ચિંતન નામનું અષ્ટક કહેવા યોગ્ય અવસર આવ્યું છે તેથી કર્મ-વિપાક-ચિંતન અષ્ટક કહે છે. ત્યાં કર્મને અર્થ કહે છે : મિથ્યાત્વ આદિ કારણે વાળે જીવ જે કરે છે તે જ્ઞાનાવરણ આદિ કર્મ છે. પ્રત્યક્ષ–અનુમાન આદિ પ્રમાણથી જણાતાં નહીં હવાથી કર્મ પ્રત્યક્ષ નથી, કારણ કે તેનું અતીંદ્રિયપણું છે. અનુમાન પણ પ્રત્યક્ષને આધારે થતું હોવાથી કર્મ અનુ. માનથી પણ સાધી શકાતાં નથી. ધુમાડે આદિ લિંગ (હેતુ) વાળા રસોડા આદિ સ્થળે જવાથી અને (ધુમાડે હોય ત્યાં અગ્નિ હોય એવી વ્યાપ્તિને બદલે) જેમ અગ્નિ વિનાના -. 20