________________ 21 કર્મવિપાકચિંતન-અષ્ટક 315 અનુવાલ : સામગ્રી બધીયે અહીં, પડી રહેતી વ્યર્થ કર્મ–વિપાક છેવટ સુધી ટકે શત્રુ સમર્થ. 6 જ્ઞાનમંજરી -- સર્વેય સામગ્રી હાજર હોવા છતાં કાર્ય કરવા સમર્થ થતી નથી, કર્મને ઉદય કાર્યના અંત સુધી અનુસરે છે તેથી તે ચરમ કારણ છે. બાહ્ય સામગ્રી ઉપકરણ(સાધન)રૂપ જ છે, કર્મના ઉદયને આધીન છે. તેથી કર્મને ઉદય વિશેષ બળવાન છે માટે કર્મને ક્ષય કરવા પ્રયત્ન કર્તવ્ય છે. 6 असावचरमावर्त, धर्म हरति पश्यतः / चरमावर्ति साधोस्तु छलमन्विष्य हृष्यति // 7 // ભાષાર્થ - છેલ્લા પુદ્ગલ પરાવર્તન પહેલા આ કર્મ વિપાક (ઉદય) દેખતાં છતાં (ઉદયમાં મીઠાશ-વૃત્તિ કરાવીને) ધર્મને હરે છે, પરંતુ ચરમ (છેલ્લા) પુદ્ગલ પરાવર્તનવાળા સાધુનું છિદ્ર જોઈને (પ્રમાદ વશ, અજાગ્રત હોય ત્યારે) તે કર્મ-ઉદય હર્ષ પામે છે (ધર્મમાં સંગ કરાવે છે.) અનુવાદ - કર્મ દીર્ધ સંસારનાં, હરે દેખતાં ધર્મ, છિદ્ર શેધ મલકાય છે, શરમાવત મુનિ-કર્મ. 7 જ્ઞાનમંજરી :-- આ કર્મવિપાક છેલ્લા પુદ્ગલ પરાવર્તન પહેલાં વર્તતા જીવના દેખતાં (ખુલ્લી નજરે–ભેળવીને) ધર્મની ચોરી કરે છે, વળી છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં વર્તતા જે માર્ગાનુસારી નિગ્રંથ સાધુ હોય તેનું છિદ્ર શોધીને