________________ 316 જ્ઞાનમંજરી કર્મવિપાક હર્ષ પામે છે. કારણ કે માર્ગાનુસારી નિગ્રંથને ક્ષાપશમિક ગુણે હોવાથી અને પ્રમાદ આદિ દે હેવાથી શંકાદિ અતિચારના અવસરે તે હર્ષ પામે છે એટલે શંકાદિ અતિચારે, કર્મના ઉદયે પ્રમાદ આદિ દેને લીધે, તેને લાગે છે. માટે કર્મને ઉદય વખતે રાગદ્વેષ કરવા યેગ્ય નથી. 7 साम्यं विभर्ति यः कर्म-विपाकं हृदि चिंतयन् / स एव स्याच्चिदानंद-मकरंदमधुव्रतः // 8 // ભાષાર્થ :–જે હૃદયમાં કર્મના શુભાશુભ પરિણામને વિચારતે સમતા ધારણ કરે છે, તે જ જ્ઞાનાનંદરૂપ પરિમલ (પુષ્પરસ)ને ભ્રમર (રસને જાણ) બને છે. અનુવાદ :- કર્મ–વિપાક ઉર ચિતવી, સમતાને ધરનાર; ચિદાનંદ-મકરંદ-ભ્રમર, આત્મ-મર્મ ગ્રહનાર. 8 જ્ઞાનમંજરી - જે આત્માથી મનમાં શુભાશુભ પરિણામને વિચારતે ઈષ્ટ–અનિષ્ટપણું રહિત સમતા ધારણ કરે છે તે જ યેગી જ્ઞાનાનંદના રહસ્યને આસવાદી ભ્રમર સમાન બને છે, આત્માનંદને ભેગી બને છે. માટે આત્માનંદ રૂપ રસને રસિક જન શુભ-અશુભ કર્મના ઉદયમાં રાગીહેપી બનતું નથી. મુનિ સર્વ પ્રત્યે સમાન વૃત્તિવાળા હોય છે. એમ કર્મ-વિપાકમાં સમભાવ ચિંતવવા સંબંધી અષ્ટક સમાપ્ત થયું. 8