________________ 318 જ્ઞાનમંજરી બુદ્ધિ, ગુણમાં રેષ (મત્સર, કેઈન ગુણ ન ગમે), અને ષ (દ્રોહ) રૂપ વીજળી, માઠો વાયુ અને ગર્જનાથી વહાણના લેકે તેફાનરૂપ સંકટમાં પડે છે, એવા અતિ ભયંકર ભવસમુદ્રથી નિત્ય ભયભીત થતા જ્ઞાની પુરુષ સર્વ ઉદ્યમ કરીને તે ભવ–સમુદ્રને તરવાને ઉપાય વછે છે. અનુવાદ:-- અગાધ-મધ્ય ભદધિ, અજ્ઞાન–વજી જડિતતળ, તેમાં દુર્ગમ ગણે, પંથ કષ્ટ-ગિરિસ્થિતિ. 1 કષાયરૃપ પાતાલ ઘટ, તૃષ્ણ-વાથી ભરેલ; ચિત્તતણ વિકલ્પરૂપ, ભરતી વૃદ્ધિ કરેલ. 2 કામ-વડવાનલ બળે, નેહ-ઇંધન ત્યાં નિત્ય; ઘેર રેગ શેકાદિરૃપ, કચ્છ-મચ્છ સહિત. 3 વજળી વા ને ગર્જના-દુર્બદ્ધિ, મત્સર, દ્રોહ ઉત્પાત-સંકટમાં પડે, વહાણ વિષે જન, એહ! 4 તેથી ભયભીત નિત્ય ત્યાં, જ્ઞાની છે એ જ, ભયંકર ભવજળ તરું, યત-ઉપાય કરે જ. 5 જ્ઞાનમંજરી –કર્મવિપાકથી ઉગવાળા ભાવ થતા સંસાર પ્રત્યે ઉદ્દેગ (ભવ–ભય) ઊપજે છે. તેથી ભવઉદ્વેગ અષ્ટક લખે છે, ત્યાં નામ નિક્ષેપે તે મહાદેવ આદિના ભાવ એવાં નામ છે, અથવા જેના વડે સર્વ બોલાવી શકે તે નામ; સ્થાપનાભવ–લેકાકાશ કે તેને આકાર; દ્રવ્યભવ-- ભવભ્રમણના કારણરૂપ ધન, સ્વજને આદિ, અને ભાવ ભવ-- જન્મ, મરણ આદિ લક્ષણવાળી ચારે ગતિ. અને નય સ્વરૂપ તે દ્રવ્યનિક્ષેપમાં પહેલા ચાર નય અને ભાવનિક્ષેપમાં છેલ્લા