________________ 320 જ્ઞાનમંજરી કષાયરૂપ પાતાલ કલશ વિષયપિપાસા (તૃષ્ણા) રૂપ મહા તેફાની વાયુથી ભરેલા છે, તે મનના સંકલ્પ (અનેક જળ સમૂહ) રૂ૫ ભરતીની વૃદ્ધિ કરે છે, એટલે કષાયના ઉદયે તૃષ્ણાના વાવાઝોડાથી પ્રેરાઈને વિકલપની વૃદ્ધિરૂપ ભરતી સંસારસમુદ્રમાં આવે છે. જ્યાં જન્મમરણરૂપ સમુદ્રમાં કામરૂ૫ વડવાનલ અંદર બળે છે, તે કામ અગ્નિમાં સ્નેહ રૂપ (જળરૂ૫) ઇંધરા છે. વડવાગ્નિમાં જળરૂપ ઇંધન છે. રાગ (સ્નેહ) કે છે? ઘોર રોગ, શેક આદિ મચ્છ અને કાચબાથી વ્યાપ્ત છે એટલે રાગ અગ્નિથી બળતા રોગ, શેકથી પીડાતા પ્રાણીઓ જેમાં છે એ ભવસમુદ્ર છે. વળી જ્યાં વહાણુમાંના લોકો એટલે વ્રત–નિયમ આદિ વહાણ પર ચઢેલા છે તેફાનની આફતમાં આવી પડે છે. શાથી? દુષ્ટબુદ્ધિરૂપ વીજળી, અદેખાઈ (મસર) રૂ૫ વાવાઝોડું અને દ્રોહ (કપટસ્વભાવ) રૂપ ગર્જના વડે વ્રતરૂપ વહાણમાં રહેલા પણ કાદવમાં ભરાઈ જવા સમાન દેષ, અતિચારના સંકટમાં આવી પડે છે એટલે મહા ભવવારિધિમાં સન્માર્ગ પ્રાપ્ત કરવામાં આ મહા મુશ્કેલીઓ નડે છે. તે મહાભયથી નિત્ય ઉદાસીન રહેતા જ્ઞાની પુરુષ તે ભવસમુદ્ર તરવાના ઉપાયરૂપ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રની અભિલાષા રાખે છે, એટલે અતિ ભયભીત હોય તેમ રહે છે અને વિચારે છે કે શુદ્ધ જ્ઞાનમય, પરમ તત્તવમાં રમણુતારૂપ ચારિત્રથી પવિત્ર, રાગદ્વેષના ક્ષયથી પ્રગટતા પરમ શમથી શીતલ, અનંત આનંદરૂપ સુખમાં મગ્ન, સર્વજ્ઞ, પરમ કુશળ, શરીર–આહાર ને સંગથી મુક્ત, અમૂર્ત એવા મને શરીરાદિ સંકટ સમૂહના ભારનું દબાણ અને સ્વશક્તિની હાનિ કેમ ઘટે? શરીર સહિત,