________________ 306 જ્ઞાનમંજરી પર્વતમાં “આ પર્વત અગ્નિવાળે છે. એવું જ્ઞાન તે આહાર્ય પ્રત્યક્ષ કહેવાય છે, તેમાં અનુમાનને સંભવ છે, પણ કર્મ માટે અનુમાન થઈ શકે તેવું લિંગ (હેતુ) નથી, તેથી કર્મ અનુમાનથી પણ જાણી શકાતાં નથી. ઉપમા તે પ્રત્યક્ષ સ્વભાવવાળી હોવાથી અને આગમ (શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં વાક્યો હોવાથી કર્મ નથી એમ અનેક યુક્તિઓના સમૂહને રજૂ કરનારને કહે છે “કર્મ પ્રત્યક્ષ છે.” કોને? સર્વસ ભગવંતને. અન્યને પણ કાર્યના અનુમાન ઉપરથી પ્રત્યક્ષ છે; સુખ-દુઃખને અનુભવ થાય છે તેમાં કર્મ કારણ છે. અંકુર દેખાય છે તે જમીનમાં બીજ પડેલું હોવું જોઈએ; એટલે કાર્યપણા ઉપરથી કારણનું અનુમાન થાય છે. કોઈ પ્રશ્ન કરે છે કે જે તમને કર્મ પ્રત્યક્ષ કાર્ય દેખાય છે તે તે મને પ્રત્યક્ષ કેમ જણાતું નથી ? તેને ઉત્તર H જે એકને પ્રત્યક્ષ હોય તે બીજાને પ્રત્યક્ષ દેવું જોઈએ એ નિયમ નથી, સિંહ, સરભ આદિ બધા લેકેને પ્રત્યક્ષ નથી, તથાપિ કુશળ પુરુષે તેમને લેકમાં પ્રત્યક્ષ માને છે, એમ જ સર્વજ્ઞને પ્રત્યક્ષ જણાતાં જ્ઞાનાવરણાદિ કર્મ સર્વ લેકને જણાતાં સુખ દુઃખનું કારણ છે. અંકુરરૂપ કાર્ય જણાયાથી તેને બીજનું અનુમાન થાય છે. આ લેકમાં સુખ-દુઃખનું જે કારણ છે તે કર્મ જ છે; એમ વિચારતાં મતિમાં બેસવા ગ્ય છે. પરંતુ કોઈ પ્રશ્ન કરે છે કે માળા, ચંદન, સ્ત્રી, ઝેર, કાંટા એ સુખ-દુખનાં દેખાતાં જ કારણ છે, તે જે નથી દેખાતાં તેવાં કર્મને કારણરૂપ કલ્પવાની શી જરૂર છે? એ પ્રશ્ન અગ્ય છે, કારણ કે તમે બતાવેલાં કારણમાં વ્યભિચાર (સુખનાં કારણ સદા સુખરૂપ હતાં નથી કે દુઃખનાં