________________ 21 કર્મવિપાકચિંતન-અષ્ટક 307 કારણ બધાને દુઃખરૂપ લાગતાં નથી) દેષ દેખાય છે. અહીં સરખાં ઈષ્ટ શબ્દાદિ વિષય સુખનાં સાધન પામેલા ઓમાં, તેમજ અનિષ્ટ વિષયેનાં સાધને જેમને સરખી રીતે મળ્યાં છે તેવા જેમાં સુખ-દુઃખના અનુભવમાં તારતમ્યતા (ચઢતા ઊતરતી ક્રમ) જેવામાં આવે છે, (સરખે અનુભવ થતું નથી.) અદૃષ્ટ (કર્મ) હેતુ સિવાય તેમ બને નહીં. શ્રી વિશેષ આવશ્યક’માં અન્ય અનુમાન જણાવ્યું છે - किरियाफलभावाओ, दाणाईणं फलं किसीए व्व / तं च दाणाई फलं, मणप्पसायाइ जई बुद्धी // 1 // किरिया सामान्नाओ, जं फलमस्सावि तं मयं कम्मं / तस्स परिणामस्वं सुखदुक्खफलं जओ भुज्जो // 2 // ભાવાર્થ:- ખેતીમાં દાણું પ્રારબ્બાનુસાર પાકે છે (સરખી મહેનત કરવા છતાં), તેમ સરખી ક્રિયા કરવા છતાં ભાવ પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે. તેમજ ચિત્ત પ્રસન્નતા આદિ જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે દાનાદિનું ફળ મળે છે. 1 સામાન્ય (સરખી) ક્રિયા હેવા છતાં શુભાશુભ ભાવ પ્રમાણે તેનું કર્મ-ઉપાર્જન થાય છે અને તે પુણ્ય-પાપરૂપ કર્મનાં પરિણામરૂપ સુખ-દુઃખ ફળ ભેગવાય છે. 2 ઈત્યાદિ અગ્નિભૂતિવાદ સ્થળે જાણવું. ચાર નિક્ષેપમાં નામ અને સ્થાપના સુગમ છે; દ્રવ્ય કર્મ - કર્મવર્ગણરૂપે આવેલાં પુગલે બંધાતાં કે બંધાયેલાં સત્તામાં રહેલાં અથવા જે કર્મના ઉદયરૂપ નિમિત્તથી તે બંધાયાં તે પણ દ્રવ્યકર્મ છે. ભાવથી કર્મ તે કર્મ સિદ્ધાંતની