________________ 21 કર્મવિપાકચિતન-અષ્ટક 309 આખું જગત છે, તત્વજ્ઞાની આખા જગતને કર્માધીને જાણ કર્મના ફળ તરફ દ્રષ્ટિ નહીં દેતાં, તત્વસાધન માટે પુરુષાર્થ કરે છે. 1 येषां भ्रभङ्गमात्रेण भज्यन्ते पर्वता अपि / तैरहो कर्मवैषम्ये, भूपैभिक्षाऽपि नाप्यते // 2 // ભાષાર્થ - જેમના આંખના મચકારા માત્રથી ડુંગરા પણ ભાગી જાય એવા બળવંત રાજાઓને પણ અહો ! કર્મના વિષમણ(કઠણાઈ)ને જેગે ભિક્ષા પણ મળતી નથી, એ આશ્ચર્ય છે. અનુવાદ - જેના મચકારે અહો ! પર્વત પણ તૂટી જાય; તેવા ભૂપ ભૂખ્યા મરે, કર્મ વિષમ સમજાય. 2 જ્ઞાનમંજરી - જે પુરુષની ભમ્મર ફરકતાં (કટાક્ષ દ્રષ્ટિ થતાં) પહાડ પણ તૂટી જતા, તેવા રાજાઓને કઠિન કર્મના ઉદયે, દુઃખી અવસ્થામાં ભીખ પણ મળતી નથી એવી શુભ-અશુભ કર્મના ફળની વિચિત્રતા છે. 2 जातिचातुर्यहीनोऽपि कर्मण्यभ्युदयावहे / क्षणाद्रकोऽपि राजा स्यात् छत्रच्छन्नदिगंतरः॥३॥ ભાષાર્થ - જાતિ અને ચતુરાઈથી હણે (રહિત) પણ કર્મને અભ્યદય (ચઢતી) થવાથી ક્ષણ એકમાં રાંક પણ નંદ આદિની પેઠે છત્રે કરીને દિશામંડળને જેણે છાયું છે એ રાજા થાય.