________________ 304 જ્ઞાનમંજરી गुरुभक्तिप्रभावेन तीर्थकृद्दर्शनं मतं / समापत्त्यादिभेदेन निर्वाण निबंधनम् / / 64 // .. યોગદૃષ્ટિ સમુચ્ચય-હરિભદ્ર | ભાવાર્થ - ગુરુ-ભક્તિના સામર્થ્યથી, તેથી પ્રાપ્ત કરેલા કર્મના ફળરૂપે, ભગવાનના દર્શન થાય છે એમ મહા પુરુષેએ માન્યું છે. કેવી રીતે? સમાપત્તિ ધ્યાનથી સ્પર્શના રૂપે. આદિ શબ્દથી તીર્થંકર નામ કર્મને બંધ થાય તેના ઉદયે તીર્થંકર પદ પ્રાપ્ત થાય તે ગ્રહણ કરવું. તે અવશ્ય મેક્ષનું અચૂક કારણ છે. અનુવાદ : રત્નત્રયી પ્રવાહથી, જાહ્નવ સમું પવિત્ર અહંત્પદ પણ દૂર નહિ, સિદ્ધાર્ગોને ચિત્ત. 8 જ્ઞાનમંજરી અષ્ટાંગ યુગના સાધનમાં સિદ્ધ થયેલા સાધુને જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય સ્વરૂપ, આઠ પ્રાતિહાર્યો (અતિશય જનિત વિભૂતિ) સહિત જગતને ધર્મ સંબંધી ઉપકાર કરનારી અહંત પદવી દૂર નથી. કેવી પદવી? સમ્યફ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ રત્નોથી પવિત્ર. કોના જેવી ? પ્રવાહ વડે ગંગા પવિત્ર છે તેવી. ત્રણે લેકમાં અદ્દભુત પરમાર્થ (આત્મા–પરમપદાર્થ) ને લાભ કરાવનાર હોવાથી અતિશયે સહિત અહંત પદવી, યથાર્થ માર્ગને પામેલા સાધક પુરુષને દૂર નથી, નિકટ જ છે. એમ ઉપાધિજન્ય બધુંય દૂર કરીને પિતાના રત્નત્રયની સાધના કરવા ગ્ય છે. તેથી સર્વ ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે. 8