________________ 120 જ્ઞાનમંજરી તેમની સાથે વિધ્ય ભગવતે તે ત્રિલેકનાથ, ત્રિલેકબંધુ સમાન સર્વને પ્રસન્ન કરતે રહે છે. તેવામાં એકદા અનેક કેવલી સહિત, અનેક વિપુલમતિ મુનિઓ સહિત, અનેક ત્રાજુમતિ મુનિઓ સહિત, અનેક અવધિજ્ઞાનીઓ સહિત, અનેક પૂર્વધારી મુનિઓ સહિત, અનેક આચાર્ય ઉપાધ્યાયે સહિત, અનેક તપોધનમુનિઓ સહિત અને અનેક નવદીક્ષિતે સહિત, વળી અનેક દેવદેવીઓથી ઘેરાયેલા, શ્રી સંભવનાથ સર્વજ્ઞ, સર્વદર્શી અરિહંત, આકાશગામી છત્ર, આકાશગામી (ધર્મ) ચકસહિત, શ્વેત ચામરોથી વીંજાતા, આગળ ધર્મધ્વજાથી વિરાજમાન તે નગરી સમીપ સ્વામી સમવસર્યા (પધાર્યા. ત્રિગઢવાળું (રત, સેના, રૂપાના ત્રણ કેટ ખાઈઓ સહિત) સમવસરણ રચાયું. વનપાળે જઈને કુંવરને વધામણી દીધી કે જેની સદૈવ દર્શન-અભિલાષા રાખે છે તે સર્વ જગજી પ્રત્યે વત્સલતા રાખનાર તીર્થંકર પધાર્યા છે. પુ ગે તે વખતે કુમાર સ્ત્રીઓના સમૂહથી ઘેરાઈને બેઠો હતે, તે સ્ત્રીઓને ઉદ્દેશીને કુમાર કહે છે: “સાંભળે, મને તારનાર, નિર્મમ, નિરહંકારી, સર્વ ઉપાધિરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી, જિન વીતરાગ, શુદ્ધ ધર્મ ઉપદેશનાર આવી ચઢયા છે; હું તેમને વંદન કરવા જાઉં છું; એમ હર્ષથી રોમાંચિત થત ઊભું થયું અને વંદન કરવા ચાલી નીકળ્યા. રસ્તામાં પણ લેકેને કહે છે - “અહો ! મેહરહિત મારા ભગવાન, કશું પિતાનું જેણે કર્યું નથી એવા મારા ભગવાન, તૃષ્ણરહિત મારા ભગવાનને વંદન કરવા જો તમે શુભાથીઓ હો તે ચાલે. અરે! તમને સર્વ સંશય છેદનારા પરમેશ્વર દેખાડીશ.” એમ બેલતે સ્ત્રીઓ સહિત તે વનમાં પહોંચે