________________ 296 જ્ઞાનમંજરી ઉપર તેને કચર્યા વગર ચાલે, આકાશમાં સીધા ગમન કરે, અગ્નિશિખા ઉપર ચાલે, એમ અનેક પ્રકારની ચારણ કદ્ધિ છે. (9) આચાવિષ–સદ્ધિ - જેના મુખમાં પડેલું ઉત્કૃષ્ટ વિષ પણ નિવિષપણાને પામે તે આસ્યાવિષ ઋદ્ધિ અથવા જેના મુખથી નીકળેલાં વચનના શ્રવણથી ઝેર ચઢેલાનું ઝેર ઊતરી જાય, તે આસ્યાવિષ ઋદ્ધિ. બીજી આસ્થવિષા અદ્ધિ છે તેથી જે કઈ ઉત્કૃષ્ટ તપબળવાળો મુનિ ક્રોધ કરી કોઈને કહે “તું મારી જા', તે તે જ ક્ષણે મહાવિષ તેને વ્યાપી જાય અને મરી જાય તે આસ્થવિષા ઋદ્ધિ છે. (10) કેવલ જ્ઞાન ત્રાદ્ધિ :-સમસ્ત જ્ઞાનાવરણના અત્યંત ક્ષયથી લેકાલેકવર્તી સમસ્ત પદાર્થના ગુણપર્યાય ત્રિકાળ સંબંધી એક કાળમાં કમરહિત પ્રત્યક્ષ જાણે તે કેવળજ્ઞાન ત્રાદ્ધિ જાણવી. (11) મન પર્યયજ્ઞાનત્રદ્ધિ - પિતાના મનમાં વા અન્ય અનેક જીવેના મનમાં ચિંતવન કરેલા પદાર્થ, ચિંતવન કરેલ અર્થ કે ચિંતવન કરી વિસ્મરણ થઈ ગયેલા મૂર્તિક પદાર્થને પ્રત્યક્ષ જાણે તે મણનાણિ ઋદ્ધિ (મન ૫ર્યય જ્ઞાની) છે. (12) મહારેહિણી આદિ પ્રાપ્ત થયેલી વિદ્યાદેવતા પોતપોતાનું રૂપ તથા સામર્થ્ય પ્રગટ કરે તે પણ જેનું ચારિત્ર ચલાયમાન ન થાય અને દશ પૂર્વરૂપ દુસ્તર સમુદ્રને પાર પામે તે દશ-પૂર્વિત્વ પ્રાપ્તિ તે ચતુર્દશ પૂર્વિત્વ ઋદ્ધિ છે. જેથી (13) અરિહંતપણું, (14) ચકવર્તીપણું, (15) બલદેવ પદવી કે (16) વાસુદેવ પદવી મળે છે તે તે નામવાળી બદ્ધિ કહેવાય છે. ઈત્યાદિ લબ્ધિઓ ઋદ્ધિઓ છે. તેમાં કેવલજ્ઞાનાદિ શક્તિ લેકોત્તર ભાવ ઋદ્ધિ છે. સમ=સમ્યફ પ્રકાર અને ઋદ્ધિ એટલે લબ્ધિ