________________ 300 જ્ઞાનમંજરી પ્રેરાયેલા દેએ કરેલી મહાવૃષ્ટિની પેઠે મેહથી પ્રેરાયેલા મિથ્યાત્વે કુવાસના ફેલાવી છે તેને જેણે પોતાના શુદ્ધ સમ્યક્દર્શનથી કુવાસનાઓનો સમૂહ નિવારી દીધા છે એવા મુનિ ભાવ-ચકવતી સમાન ભાસે છે. 3 नवब्रह्मसुधाकुण्ड-निष्ठाधिष्ठायको मुनिः / नागलोकेशवद्भाति क्षमा रक्षन् प्रयत्नतः // 4 // ભાષાર્થ - નવ બ્રહ્મરૂપ અમૃત કુંડની સ્થિતિને સ્વામી, સાધુ નાગકના સ્વામી(શેષનાગ)ની પેઠે યતથી ક્ષમા (ક્ષમા=મુનિગુણ કે પૃથ્વી)ને ધારણ કરતે શોભે છે. અનુવાદ :- નવ બ્રહ્મ-અમકુંડના, અધિષ્ઠાતા મુનિરાજ, શેષનાગ સમ શેભતા, ક્ષમા ધરતા શિરતાજ. 4 જ્ઞાનમંજરી - જેણે ભેદજ્ઞાનથી ગ્રહણ કર્યું છે આત્મધ્યાન એવા મુનિ નાગ લેકના નાથ, ઉરગપતિ (શેષનાગ) સમાન શોભે છે. શું કરતાં ? ક્ષમા=પૃથ્વી અથવા ક્રોધ દૂર કરવારૂપ જે પરિણામ ક્ષમા કહેવાય છે તેને ધારણ કરતા. શેષનાગ પૃથ્વીને ધારણ કરે છે એમ કહેવાય છે તે લેક-ઉપચાર છે, કારણ કે રતપ્રભા આદિ ભૂમિઓ કેઈએ ધારણ કરેલી નથી પરંતુ મહત્વ જણાવવા અથવા સામર્થ્ય દર્શાવવા ઉપમા આપી છે. (પૃથ્વીને ઊંચકી રાખવા માટે જેટલું બળ જોઈએ તેથી વિશેષ બળ ક્ષમા ધારણ કરવામાં જોઈએ, તે હોય તે મુનિપણને ભાર ઊપડે.) વળી મુનિ કેવા છે? નવું (અપૂર્વ) જે બ્રહ્મજ્ઞાન તે જ અમૃતને કુંડ છે તેની સ્થિતિના સ્વામી મુનિ છે. એટલે તત્વજ્ઞાનરૂપ