________________ 298 જ્ઞાનમંજરી જ લમી સમાન થતા રોયની નદનવન છેદનાર ધીરપણું જ જેનું વજ છે; મધ્યસ્થ પરિણતિરૂપ સમતા જ જેની ઇંદ્રાણી છે, સ્વરૂપને બેધ (જ્ઞાન) તે જ મોટું વિમાન છેઃ આવી ઇંદ્રની લક્ષમી મુનિને છે. અનુવાદ :-- સમાધિ નંદનવન ગણે, વૈર્યવા, મુનિ ઇંદ્ર; સમતા ઇંદ્રાણી ભલી, જ્ઞાન વિમાન અતીન્દ્ર. 2 જ્ઞાનમંજરી - સ્વરૂપજ્ઞાનના અનુભવમાં લીન સાધુને ઇંદ્રની લક્ષ્મી સમાન શભા હોય છે. પવિત્ર રત્નત્રયના ધારક મુનિરૂપ ઇંદ્રને ધ્યાન ધ્યાતા ધ્યેયની એકતાથી નિર્વિકલ્પ આનંદરૂપ સમાધિ જ નંદનવન છે. ઇંદ્રને નંદનવનમાં કીડા કરવાથી સુખ થાય છે, તેમ સાધુને સમાધિની કડા સુખ આપે છે, તેમાં પણ એક કીડા ઉપાધિરૂપ છે તે એક આત્મા સંબંધી છે એ કઈ મેટો ભેદ તેમાં છે, તે અધ્યાત્મભાવનાથી સમજી શકાય તેમ છે. વીર્યનું અડેલપણું એટલે ઔદયિક ભાવે ક્ષોભ ન પામ તે ધૈર્ય, એ જ વજ છે. વળી ઈષ્ટ-અનિષ્ટ સંગેમાં રાગ-દ્વેષ ન કર, કાંકરા કે ચિંતામણિ આદિરૂપે પરિણમેલાં બધાં પુદ્ગલે છે, ભક્તિ ભાવવાળા કે ભક્તિ વિનાના બધાં જીવે છે; મારાથી તે સર્વ ભિન્ન છે, મારું કોઈ નથી, તેમના પ્રત્યે રાગ-દ્વેષ પરિણતિ શી કરવી? એમ વિચારી સમપરિણતિ રાખવી તે સમતા જ (ધર્મ-પત્ની) ઈંદ્રાણી છે. સ્વ અને પરભાવને યથાર્થ ઓળખવારૂપ જ્ઞાન તે જ સર્વ જણાવનારું મહાવિમાન છે ઇત્યાદિ પરિવારવાળા મુનિ સમાન ભાસે છે. ગશાસ્ત્રમાં કહ્યું છે :